________________
અધ્યયન ચોથું : બીજો ઉદ્દેશ
૨૭૮. વીર્યથી હમેશાં આસક્તિ ન કર. ભોગોની ઇચ્છા એકવાર છોડી દે. ભોગો વિષે શ્રમણને સાંભળ, જ્યારે કોઈ ભિક્ષુ ભોગ ભોગવે તે.
૨૭૯. હવે તને ભેદ સમજાયો, વિષયલંપટ ભિક્ષુ ઘણોજ કામાસક્ત થાય છે ત્યારે તે પૂરેપૂરો બિંદાય છે, પછી સ્ત્રી તેને પગ ઉપાડી, ઉપરથી મારે છે.
'
૨૮૦. જો કેશ હોવાથી મારી સાથે તું હરેફરે નહિ તો હે ભિક્ષુ! હું મારા કેશનો લોચ કરીશ, મને કોઈપણ કારણે છોડી જાવ નહિ.
૨૮૧. હવે તે ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને ત્યાં હોવાથી કામ ક૨વા કહે છે. તુંબડાં છેદે, તે જો, સારાં સારાં ફળો ખાવા અર્થે લાવ.
૨૮૨. શાક પકાવવા લઈ આવ, રાત થાય તે માટે દીવો પણ લાવ. મારાં વાસણ સાફ કર, અહીંજ મારી પીઠ ચોળી ચંપી કર.
૨૮૩. મારાં વસ્ત્રોની ઘડી વાળ, ભોજન અર્થે અન્ન પાણી લાવ, સુંગધી અત્તર અને ધૂળ સાફ ક૨વાનું લાવ.
૨૮૪. વળી અંજની, અલંકાર, તંબવીણા લાવ, લોધ્રના પાન અને ફૂલ, વેણીમાં મૂકવા પાંદડાં, અને ગોળી પણ લાવ.
૨૮૫. અગરૂ તગરૂને ફૂટી નાંખે અને ઉસીરના ચૂર્ણના સરખા ભાગ સાથે ભેળવી નાંખ. તેલ મોં ઉ૫૨ લગાડવા અને વેણુ ફળાદિ પણ લાવ.
૨૮૬. નંદીચૂર્ણ વગેરે લઈ આવ, છત્રી અને પગરખાં લાવ, દોરી કાપવા ચાકુ લાવ, અને કપડાં રંગવા નીલ પણ લઈ આવ.
75