________________
નયની ઉપયોગિતા
શ્રી ઉત્તરધ્યયનસૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં દશ પ્રકારનાં સમ્યકત્વનું વર્ણન આવે છે. તે પ્રસંગે જણાવ્યું છે કે
व्वाण सव्वभावा, सव्वप्पमाणेहिं जस्स उवलद्धा। सव्वाहिं नयविहीहिं, वित्थाररुइ त्ति नायव्वो ॥
“જેને દ્રવ્યના સર્વ ભાવે સર્વ પ્રમાણે અને સર્વ નયવિધિ વડે ઉપલબ્ધ થયા છે, તેને વિસ્તારરુચિ જાણો.” એટલે દ્રવ્યના સર્વ ભાવ જાણવા માટે પ્રમાણ અને નય ખૂબ ઉપયોગી છે, એ વાત સિદ્ધ છે.
વાચકશેખર શ્રીઉમાસ્વાતિ મહારાજે વિશાળ અહંતપ્રવચનને સારગ્રહણ કરીને તત્વાધિગમ મહાશાની રચના કરી છે. તેના પ્રથમ અધ્યાયનાં ચોથા સૂત્રમાં તેમણે
जीवाजीवास्त्रबंधसंवरनिर्जरामोक्षास्तत्वम् । એ સૂત્ર વડે ત નું નિરૂપણ કર્યું છે... અને પાંચમા સૂત્રમાં
नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः । એ સૂત્રથી ઉપર્યુક્ત તને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ન્યાસ-નિક્ષેપ થાય છે, એમ જણાવ્યું છે. ત્યારપછી છઠું સુત્ર
અમાનવામાં એ રજૂ કર્યું છે. તેને અર્થ એ છે કે “ઉપયુક્ત જીવા
* જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર–નિર્જરા–મોક્ષ એ (સાત) તો છે. આ તત્વસંખ્યામાં પુણ્ય અને પાપનો ઉમેરો કરતાં તોની સંખ્યા નવની બને છે. પ્રકરણગ્રમાં નવતત્વની જ વિશેષ પ્રસિદ્ધિ છે. અહીં ધિતત્વમાં આ બંને સમાવેશ થઈ જાય છે.