________________
વિચાર સ્થિતિ કેવી રીતે થાય છે? કાલ (Time) શું છે? જેના વડે પદાર્થોનું નિર્માણ થાય છે, તે પુદ્ગલ (Matter) શું છે? જીવંત પદાર્થોમાં જે ચેતના દેખાય છે, તે શેને આભારી છે?” વગેરે વગેરે.
આ બધા પ્રશ્નોને ખુલાસો જૈન મહર્ષિઓએ દ્રવ્યાનુયોગમાં કરે છે. આ દ્રવ્યાનુયેગમાં પ્રવેશ કરે હેય, તેનાથી સારી રીતે પરિચિત થવું હોય, તે પ્રમાણ અને નયનું જ્ઞાન જરૂરી છે.
આ શબ્દો સાંભળતાં જ કૂવાનો દેડકે બેલ્યો કે “તારી વાત ખોટી છે. આ કૂવાના કરતાં વધારે પાણી હોઈ શકે જ નહિ. મારી જીંદગીમાં મેં આથી વધારે પાણી જેવું નથી.” સરોવરને દેડકે તેને શું જવાબ આપે?
પિતાનાં નાનકડાં વર્તુળમાં પડ્યા રહેવું અને ટૂંકે અનુભવ ધરાવવો એ કૂપમંડૂકવૃત્તિ કહેવાય છે.
* જૈન શાસ્ત્રો ચાર અનુયેગમાં વહેંચાયેલા છે, અર્થાત તેમાં ચાર પ્રકારનું વિવેચન જોવામાં આવે છે. (૧) દ્રવ્યસંબંધી, (૨) કથા-ચરિત્ર સંબંધી, (૩) ગણિત સંબંધી અને (૪) ચરણકરણ એટલે ચારિત્ર અને ક્રિયા સંબંધી. તેમાં દ્રવ્ય સંબંધી વિવેચન કરનાર ભાગને દ્રવ્યાનુયોગ કહેવાય છે, કથાસંબંધી વિવેચન કરનાર ભાગને કથાનુયોગ કહેવાય છે, ભૂગોળ-ખગોળને ગણિત સંબંધી ભાગ રજૂ કરનારને ગણિતાનુયોગ કહેવાય છે અને ચરણ-કરણ સંબંધી ઉદેશે–આજ્ઞાઓ રજૂ કરનાર ભાગને ચરણ કરણનુગ કહેવાય છે.