SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તાર્થાવગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂગ-૫ હોય છે. તે સમ્યગ્દષ્ટિને પણ હોય છે અને મિથ્યાદષ્ટિને પણ હોય છે, કેમ કે દર્શનમાં સામાન્ય બોધ હોય છે. સામાન્ય બોધમાં વિપર્યાસ સંભવે નહીં, પરંતુ વિશેષ બોધમાં જ વિપર્યાસ સંભવે. તેથી મતિજ્ઞાન આદિમાં મતિઅજ્ઞાન આદિ ભેદોની પ્રાપ્તિ છે, પરંતુ ચક્ષુદર્શન આદિ ત્રણમાં વિપરીત દર્શનની પ્રાપ્તિ નથી. દાનલબ્ધિ આદિ પાંચ વળી લબ્ધિઓ પાંચ પ્રકારની છેઃ દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિ. આ સર્વ લબ્ધિઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે ક્ષયોપશમભાવની હોય છે. જેઓને દાનાંતરાય આદિનો ઉદય વર્તે છે, તેઓમાં ક્ષયોપશમભાવની દાન આદિ લબ્ધિની પ્રાપ્તિ નથી. જોકે વીર્યનો સર્વથા અભાવ કોઈ જીવમાં નથી તો પણ પોતાને ઇચ્છિત કાર્ય માટે સમ્યગુ વીર્ય પ્રગટાવી ન શકે તેઓને તે પ્રકારનો વિયતરાયનો ઉદય વર્તે છે. જેઓ પોતાને ઇચ્છિત કાર્યમાં સમ્યગુ વીર્ય ફોરવી શકે છે, તેઓ વીર્યલબ્ધિવાળા છે. આથી ચારિત્રમાં યત્ન કરનાર મહાત્માને પણ ચારિત્રમાં યત્ન કરવાને અનુકૂળ વયતરાયનો ક્ષયોપશમ હોય તો તે પ્રકારનું વીર્ય પ્રવર્તાવીને આત્મહિત સાધી શકે છે. જે મહાત્માઓમાં ચારિત્રને અનુકૂળ વીર્ય પ્રવર્તાવી શકે તેવી ક્ષયોપશમભાવની વીર્યલબ્ધિ નથી તેઓ ચારિત્રાચારની ક્રિયામાં યત્ન કરે છે, તોપણ તે પ્રકારનો સમ્યગુ યત્ન કરી શકતા નથી જેના કારણે તેઓ ચારિત્રના પરિણામને પ્રગટ કરી શકતા નથી અને ઉત્તરોત્તરના ચારિત્રની વૃદ્ધિ કરી શકતા નથી. દાન આપવાની ઇચ્છા હોય અને પાત્રમાં દાન કરી શકે તેવા પ્રકારનો દાનાંતરાયકર્મનો ક્ષયોપશમ હોય તે ક્ષયોપશમભાવની દાનલબ્ધિ છે. આથી જ કોઈ જીવે વિશેષ દાનાંતરાયકર્મ બાંધેલ હોય તો તે જીવને સુપાત્રને જોઈને દાન આપવાની ઇચ્છા થાય છે, છતાં કોઈ પ્રકારે તે અંતરાયકર્મ તેને તે દાન આપવાની ઇચ્છાને સફળ કરવા દેતું નથી. કોઈપણ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છા થાય અને તેની પ્રાપ્તિ માટે ઉચિત પ્રયત્ન કરતાં તેને પ્રાપ્ત કરી શકે તેવા પ્રકારનો લાભાંતરાયકર્મનો ક્ષયોપશમ હોય તે લાભલબ્ધિ છે. જે જીવને જે પ્રકારનો લાભાંતરાયનો ઉદય હોય તે જીવ તેની પ્રાપ્તિ માટે યત્ન કરે તો પણ તેને પ્રાપ્ત કરી શકે નહીં. વળી ભોગ-ઉપભોગતરાયનો ક્ષયોપશમ હોય તો પ્રાપ્ત થયેલી ભોગ-ઉપભોગની સામગ્રીનો તે જીવ ભોગ-ઉપભોગ કરી શકે છે, જે અનુક્રમે ભોગલબ્ધિ અને ઉપભોગલબ્ધિ છે. જે જીવોને ભોગ-ઉપભોગાંતરાય કર્મનો ક્ષયોપશમ નથી તેઓને ભોગ-ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ હોય તોપણ ભોગ-ઉપભોગ કરી શકતા નથી. જેમ મમ્મણ શેઠને ભોગ-ઉપભોગની સામગ્રી પ્રાપ્ત થાય તેટલું ધન હોવા છતાં અને ભોગઉપભોગની ઇચ્છા હોવા છતાં લોભના પરિણામને વશ તે ભોગ-ઉપભોગ કરી શકતો ન હતો, તે ભોગઉપભોગવંતરાય કર્મના ઉદયનું ફળ છે. તે રીતે અન્ય કોઈપણ નિમિત્તથી ભોગ-ઉપભોગ ન કરી શકે તે ભોગાંતરાય-ઉપભોગાંતરાય કર્મનું કાર્ય છે. કોઈપણ કાર્ય કરવાની ઇચ્છા હોય અને તે કાર્ય કરી શકે તેવા પ્રકારનો વિયતરાયકર્મનો થયોપશમ હોય તે વિયલબ્ધિ છે. સવ - વળી સમ્યક્ત એ આત્માનો ગુણ છે, જેનું પ્રતિબંધક મિથ્યાત્વમોહનીયકર્મ છે. જે જીવોને મિથ્યાત્વમોહનીયનો
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy