________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર-૫, ૬ ક્ષયોપશમ થયો છે તે જીવોને ક્ષયોપશમભાવવાળું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમભાવવાળા સમ્યક્ત્વમાં મિથ્યાત્વમોહનીયની પ્રકૃતિ સુવિશુદ્ધ થઈ સમ્યક્ત્વમોહનીયરૂપે ઉદયમાં આવે છે. જેમાં મિથ્યાત્વના રસનું વિખુંભણ હોવાથી તે મિથ્યાત્વના દળિયા ક્ષયોપશમભાવરૂપે છે તેમ કહેવાય છે.
૧૦
ચારિત્રઃ
વળી સર્વવિરતિધર સાધુઓ પ્રત્યાખ્યાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળા હોય છે. તેઓમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમભાવ વર્તે છે, તેના કારણે જે ક્ષમા આદિ ભાવો વર્તે છે તે ક્ષયોપશમભાવનું ચારિત્ર છે. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમકાળમાં જીવ ક્ષમા આદિ ભાવોમાં વિશ્રાંતિ પામવા માટે પ્રયત્નશીલ હોય છે, તે વખતે સંજ્વલનકષાયનો જે ઉદય છે તે પણ જે જે અંશથી ક્ષયોપશમભાવને પામે છે. તે તે અંશથી ચારિત્રનો ક્ષયોપશમભાવ વૃદ્ધિ પામે છે. જ્યાં સુધી સોળ કષાયનો ઉચ્છેદ ન થાય ત્યાં સુધી ક્ષયોપશમભાવરૂપે તે ચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. તેને આશ્રયીને ચારિત્રનાં તરતમતાનાં અનેક સ્થાનોની પ્રાપ્તિ છે.
સંચમાસંયમ :
સંયમાસંયમ દેશવિરતિધર શ્રાવકનો પરિણામ છે. સંયમાસંયમરૂપ ક્ષયોપશમભાવ અપ્રત્યાખ્યાનાવરણીયકર્મના ક્ષયોપશમથી વર્તે છે. જે શ્રાવક સર્વવિરતિની ઇચ્છાથી તેના શક્તિસંચય અર્થે બાર વ્રતોમાંથી યથાશક્તિ ઉચિત વ્રત ગ્રહણ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે પ્રકારે સ્વીકારેલાં વ્રતોનું પાલન કરે છે તે શ્રાવકને અનંતાનુબંધીકર્મના ક્ષયોપશમથી અનુવિદ્ધ અપ્રત્યાખ્યાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે, જે ક્ષયોપશમભાવનું સંયમાસંયમ છે. ૨/પા
અવતરણિકા :
જીવોના પાંચ ભાવોના ભેદોનું નિરૂપણ કરવાનો પ્રારંભ કરેલ, તેમાંથી ક્રમપ્રાપ્ત ઔદયિકભાવોના ભેદોને બતાવે છે
ચ -
સૂત્રાર્થ:
-
कैकैकैकषड्भेदाः ।।२/६।।
:
गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्ये
ગતિ, કષાય, , લિંગ=વેદનો ઉદય, મિથ્યાદર્શન, અજ્ઞાન=જ્ઞાનાભાવ, અસંયતત્વ=અવિરતપણું, અસિદ્ધપણું અને લેફ્યા મસર ચાર, ચાર, ત્રણ, એક, એક, એક, એક, છ ભેદો ઔદયિકભાવના છે. ૨/૬