________________
.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨
અધ્યાય-૨ / સૂત્રપ
મનથી વસ્તુનો યથાર્થ બોધ થાય છે, જે બોધ આત્મહિતનું કારણ અને આત્માનું અહિતથી રક્ષણનું કારણ બને તેવું છે તે મતિજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ જીવને જિનવચનના શ્રવણથી કે અધ્યયનથી જે યથાર્થ બોધ થાય છે તે શ્રુતજ્ઞાન છે. જે આદ્ય ભૂમિકામાં શ્રુતજ્ઞાનરૂપ હોય છે, ઉત્તરમાં ચિંતાજ્ઞાન પ્રગટે છે અને અંતે ભાવનાજ્ઞાનરૂપ બને છે. શ્રુતજ્ઞાન દ્વારા જીવની હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ થાય છે. વળી અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને પ્રગટે છે, જેઓને અવધિજ્ઞાન પ્રગટ થયું નથી તેઓ અન્યના અવધિજ્ઞાનનો નિર્ણય શાસ્ત્રથી જ કરી શકે. મતિ અને શ્રુતની જેમ અવધિજ્ઞાન છદ્મસ્થનો વિષય નથી, તેથી જેઓને અવધિજ્ઞાન પ્રગટ્યું નથી તેઓ શાસ્ત્રવચનના બળથી તે કેવા સ્વરૂપવાળું છે ? તેનો કાંઈક બોધ કરી શકે છે. અવધિજ્ઞાન યથાર્થ બોધરૂપ હોવાથી અવશ્ય આત્મકલ્યાણનું કારણ બને છે. મન:પર્યવજ્ઞાન ચારિત્રીને જ પ્રગટ થાય છે. મનઃપર્યવજ્ઞાનનું અસ્તિત્વ મનઃપર્યવજ્ઞાની સ્વસંવેદનથી કરી શકે છે, અન્ય જીવો શાસ્ત્રવચનથી તેનો નિર્ણય કરી શકે છે. મનઃપર્યવજ્ઞાન યથાર્થજ્ઞાન હોવાથી આત્મકલ્યાણનું પ્રધાન કારણ છે. આથી અધિજિન, મન:પર્યવજિન એમ કહેવાય છે; કેમ કે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જીવને જિન થવા જ સતત પ્રેરણા કરે છે.
વળી પરમાર્થદૃષ્ટિથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે, જ્યારે અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન પ્રત્યક્ષ છે. મતિઅજ્ઞાન આદિ ત્રણ :
જે જીવો સમ્યક્ત્વ પામ્યા નથી તેઓને પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે ક્ષયોપશમભાવ વર્તે છે, તે વિપરીત બોધરૂપ હોવાથી મતિઅજ્ઞાન છે. સંસારી જીવો મતિઅજ્ઞાનને કા૨ણે સુખના અર્થે પોતાને ઘણાં દુઃખોની પ્રાપ્તિ થાય તેવી પ્રવૃત્તિ કરીને સંસારની વિટંબણા પ્રાપ્ત કરે છે. તે મતિનું અજ્ઞાનનું કાર્ય છે. આ મતિઅજ્ઞાન મતિ આવા૨ક કર્મોના ક્ષયોપશમ અને મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયજન્ય જ્ઞાનના પરિણામરૂપ છે.
મોક્ષના કા૨ણીભૂત સત્શાસ્ત્રને ભણીને પણ જેઓને વીતરાગતાના ઉપાયરૂપે શ્રુતજ્ઞાનનો યથાર્થ બોધ થતો નથી; પરંતુ તે જ્ઞાન દ્વારા પણ મોહધારાની વૃદ્ધિ થાય છે તેઓને શ્રુતના અધ્યયનથી પ્રગટ થયેલું જ્ઞાન શ્રુતઅજ્ઞાન છે. વળી, સંસારીજીવોને શબ્દો જન્ય જે કાંઈ બોધ થાય છે, જેનાથી બાહ્ય પદાર્થોમાં જ સંશ્લેષની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરે છે તે સર્વ જ્ઞાન શ્રુતઅજ્ઞાન છે. આ શ્રુતઅજ્ઞાન મિથ્યાત્વમોહનીયના ઉદયના સહકારથી શાસ્ત્રવચનના વિપરીત બોધ સ્વરૂપ છે. શ્રુતઅજ્ઞાન બોધ સ્વરૂપ હોવાથી ક્ષયોપશમભાવરૂપ છે.
જે જીવોએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને પ્રગટ થતું અવધિજ્ઞાન મિથ્યાત્વના સહકારથી વિભંગજ્ઞાનરૂપે વર્તે છે. આ વિલ્ટંગજ્ઞાન આત્મકલ્યાણનું કારણ બનતું નથી; પરંતુ મોહધારાની વૃદ્ધિનું કારણ બને છે, છતાં જ્ઞાન સ્વરૂપ હોવાથી ક્ષયોપશમભાવરૂપ છે.
ચક્ષુદર્શન આદિ ત્રણ ઃ
વળી દર્શન ત્રણ ભેદવાળું છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. આ ત્રણેય દર્શનો ક્ષયોપશમભાવવાળાં