SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ અધ્યાય-૪ | સૂત્ર-૧૨ વ્યંતરોનો પાંચમો ભેદ યક્ષ છે. તે તેર પ્રકારના છે. તે આ પ્રમાણે – પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતભદ્ર, હરિભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યયક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ અને યક્ષોત્તમ. ૧૮૮ વ્યંતરોનો છઠ્ઠો ભેદ રાક્ષસો છે. તે સાત પ્રકારના છે. તે આ પ્રમાણે – ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જલરાક્ષસ, રાક્ષસરાક્ષસ, બ્રહ્મરાક્ષસ. વ્યંતરોનો સાતમો ભેદ ભૂતો છે. તે નવ પ્રકારના છે. તે આ પ્રમાણે – સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કંદિક, મહાત્કંદિક, મહાવેગ, પ્રતિછંદ અને આકાશગ. વ્યંતરોનો આઠમો ભેદ પિશાચો છે. તે પંદર પ્રકારના છે. તે આ પ્રમાણે – કૂષ્માંડ, પટક, જોષ, આહ્લક, કાળ, મહાકાળ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૃષ્ણીક અને વનપિશાચ. ત્યાં=વ્યંતરોના આઠ ભેદોમાં, કિન્નરો નામના વ્યંતરો પ્રિયંગુ શ્યામ વર્ણવાળા, સૌમ્ય આકૃતિવાળા, સૌમ્ય દર્શન-વાળા, મુખમાં અધિક રૂપશોભાવાળા, મુગટથી મસ્તકને શોભાવનારા, અશોકવૃક્ષના ચિહ્નવાળા અવદાત=શોભતા, હોય છે. કિંપુરુષ નામના વ્યંતરો ઉરુમાં અને બાહુમાં અધિક શોભાવાળા, મુખમાં અધિક ભાસ્વર, વિવિધ આભરણ અને ભૂષણવાળા, ચિત્ર પ્રકારની માળા અને અનુલેપનવાળા, ચંપકવૃક્ષના ચિહ્નવાળા હોય છે. મહોરગ નામના વ્યંતરો શ્યામ અવદાતવાળા, મહાવેગવાળા, સૌમ્ય આકૃતિવાળા, સૌમ્ય દર્શનવાળા, મહાકાયવાળા, વિશાલ અને પુષ્ટ સ્કંધ તથા ગ્રીવાવાળા, વિવિધ વિલેપનવાળા, વિચિત્ર આભરણ તથા ભૂષણવાળા અને નાગવૃક્ષના ચિહ્નવાળા હોય છે. ગાંધર્વ નામના વ્યંતરો રક્ત અવદાત હોય છે, ગંભીર હોય છે, પ્રિયદર્શનવાળા, સુરૂપવાળા, સુમુખ આકારવાળા, સુસ્વરવાળા, મુગટને ધરનારા, હારતા વિભૂષણવાળા તથા તુમ્બરુવૃક્ષના ચિહ્નવાળા હોય છે. યક્ષ નામના વ્યંતરો શ્યામ અવદાત હોય છે. ગંભીર, તુંદિલા=ફાંદવાળા, વૃંદારક, પ્રિયદર્શનવાળા, માન, ઉન્માન અને પ્રમાણ યુક્ત હોય છે. તેમના હાથ અને પગના તલ, નખ, તાળુ અને જીભ રક્ત હોય છે. ભાસ્વરમુગટને ધારણ કરનારા, અનેક પ્રકારના રત્નના વિભૂષણવાળા અને વટવૃક્ષના ચિહ્નવાળા હોય છે. રાક્ષસ નામના વ્યંતરો અવદાત=શ્વેત વર્ણવાળા, ભીમ, ભીમદર્શનવાળા શિરઃકરાલા=વિકરાળ માથાવાળા, લાલ લાંબા હોઠવાળા, સોનાના આભૂષણવાળા, જુદા જુદા પ્રકારના વિલેપનવાળા અને ખટ્યાંગ ચિહ્નવાળા હોય છે.
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy