SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩/ સૂત્ર-૩ ૧૦૯ તે નારકોના જીવો હંમેશાં અશુભતરલેશ્યાવાળા, અશુભતર પરિણામવાળા, અશુભતર દેહવાળા, અશુભતર વેદનાવાળા અને અશુભતર વિક્રિયાવાળા નિત્ય રહે છે. વળી તે નરકભૂમિઓ કેવી છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે – તે નરકભૂમિ પ્રથમ, દ્વિતીયાદિના ક્રમથી નીચે નીચે નિર્માણને આશ્રયીને અશુભતર છે. કઈ રીતે અશુભતર છે? તે સ્પષ્ટ કરે છે – રત્નપ્રભા પૃથ્વી અશુભ છે, તેના કરતાં બીજી આદિ પૃથ્વીઓ અશુભતર અશુભતમ આદિ છે. તેથી તે પૃથ્વીની રચના પણ અત્યંત અશુભ પરમાણુઓથી બનેલી છે અને પૂર્વ પૂર્વની પૃથ્વી કરતાં ઉત્તર ઉત્તરની પૃથ્વી અધિક અધિક અશુભ છે. વળી સૂત્રમાં નિત્ય શબ્દ ગ્રહણ કર્યો, તેનાથી શું પ્રાપ્ત થાય છે? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે – નારકના જીવો ભવના ક્ષયથી નરકમાંથી ઉદ્વર્તન પામે છે ત્યાં સુધી તેઓને ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ કર્મના નિયમનથી લેશ્યાદિ ભાવો પણ અશુભતર નિરંતર પ્રાપ્ત થાય છે, પરંતુ તે દીર્ઘઆયુષ્યકાળમાં એક આંખના પલકારા જેટલું પણ તેઓને તે શુભ પ્રાપ્ત થતું નથી, એ બતાવવા માટે નિત્ય શબ્દ ગ્રહણ કરેલ છે. સૂત્રમાં નિત્ય ગ્રહણ કેમ કર્યું? તેની પૂર્વે સ્પષ્ટતા કરી. હવે નારકોમાં અશુભતર લેશ્યાદિ છે તે ક્રમસર બતાવે છે – ભાષ્ય : अशुभतरलेश्याः कापोतलेश्या रत्नप्रभायाम्, ततस्तीव्रतरसङ्क्लेशाध्यवसाना कापोता शर्कराप्रभायाम्, ततस्तीव्रतरसङ्क्लेशाध्यवसाना कापोतनीला वालुकाप्रभायाम्, ततस्तीव्रतरसङ्क्लेशाध्यवसाना नीला पङ्कप्रभायाम्, ततस्तीव्रतरसङ्क्लेशाध्यवसाना नीलकृष्णा धूमप्रभायाम्, ततस्तीव्रतर- . सङ्क्लेशाध्यवसाना कृष्णा तमःप्रभायाम, ततस्तीव्रतरसङ्क्लेशाध्यवसाना कृष्णैव महातमःप्रभायामिति । अशुभतरपरिणामः, बन्धनगतिसंस्थानभेदवर्णगन्धरसस्पर्शागुरुलघुशब्दाख्यः, दशविधोऽशुभः पुद्गलपरिणामः, नरकेषु अशुभतरश्च, तिर्यगूर्ध्वमधश्च सर्वतोऽनन्तेन भयानकेन नित्योतमकेन तमसा नित्यान्धकाराः, श्लेष्ममूत्रपुरीषस्रोतोमलरुधिरवसामेदपूयानुलेपनतलाः, श्मशानमिव पूतिमांसकेशास्थिचर्मदन्तनखास्तीर्णभूमयः, श्वशृगालमार्जारनकुलसर्पमूषिकहस्त्यश्वगोमानुषशवकोष्ठाशुभतरगन्धाः । हा मातः। धिगहो कष्टं बत मुञ्चत धावत प्रसीद भर्तः! मा वधीः कृपणकमित्यनुबन्धरुदितैस्तीव्रकरुणैः दीनविक्लवैविलापैरार्तस्वनैनिनादैर्दीनकृपणकरुणैर्याचितैर्बाष्पसनिरुद्धेनिस्तनितैर्गाढवेदनैः कूजितैः सन्तापोच्छ्वासनिश्वासैरनुपरतभयस्वनाः ।।
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy