SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તાવાર્થાધિગમસૂત્ર ભાગ- ૨ | અધ્યાય-૩ / સૂત્ર-૨, ૩ ચૌદ હજાર યોજનમાં ત્રણ પ્રતર છે તેમાં પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો છે. મહાતમપ્રભા નામની સાતમી પૃથ્વી એક લાખ આઠ હજાર યોજન છે તેમાં સિદ્ધસેનગણિ કૃત ટીકા અનુસાર મધ્યના ત્રણ હજાર યોજનરૂપ એક પ્રતરમાં પાંચ નરકાવાસો છે. II3/શા સૂત્ર: तेषु नारका नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः ।।३/३।। સૂત્રાર્થ : તેઓમાં તેનારકાવાસોમાં, નાસ્કોનિત્ય અશુભતરલેશ્યાવાળા, નિત્ય અશુભતર પરિણામવાળા, નિત્ય અશુભતર દેહવાળા, નિત્ય અશુભતર વેદનાવાળા અને નિત્ય અશુભતર વિચિાવાળા હોય છે. ll૩/૩ ભાષ્ય : ते नरका भूमिक्रमेणाधोऽयो निर्माणतोऽशुभतराः, अशुभा रत्नप्रभायाम्, ततोऽशुभतराः शर्कराप्रभायाम्, ततोऽप्यशुभतरा वालुकाप्रभायाम, इत्येवमासप्तम्याः । नित्यग्रहणं गतिजातिशरीराङ्गोपाङ्गकर्मनियमादेते लेश्यादयो भावा नरकगतौ नरकजातौ च नैरन्तर्येणाभवक्षयोद्वर्तनाद् भवन्ति, न च कदाचिदक्षिनिमेषमात्रमपि शुभा वा भवन्तीत्यतो नित्या उच्यन्ते । ભાષ્યાર્થ:તે જો તે નરકાવાસો ભૂમિના ક્રમથી નિર્માણને આશ્રયીને અશુભતર છે. તે અશુભતરને સ્પષ્ટ કરતાં કહે છે – અશુભ રત્નપ્રભા પૃથ્વીમાં છે રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો અશુભ છે. તેનાથી શર્કરા પ્રભા પૃથ્વીના નરકાવાસો અશુભતર છે, તેનાથી પણ વાલુકાપ્રભામાં રહેલા સરકાવાસો અશુભતર છે એ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી જાણવું. નિત્યનું ગ્રહણઃસૂત્રમાં જે નિત્યનું ગ્રહણ છે તે, ગતિ, જાતિ, શરીર અંગોપાંગ કર્મના નિયમથી આ વેશ્યાદિ ભાવો નરકગતિમાં અને નરકજાતિમાં આ ભવના ક્ષય વડે ઉદ્વર્તનથી નિરંતરપણારૂપે થાય છે=ભવતા ચ્યવન સમય સુધી નિરંતરપણાથી થાય છે, અને ક્યારેય આંખના પલકારામાં પણ શુભ થતા નથી એ બતાવવા માટે નિત્ય એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ - સૂત્ર-૨માં વર્ણન કર્યું તે નરકભૂમિમાં નારકો રહેલા છે. તેઓ કેવા પરિણામવાળા છે? તે સ્પષ્ટ કરતાં સૂત્રમાં કહે છે –
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy