________________
૧૧૦.
તાવાર્થાધિગમસૂત્ર ભાગ-૨અધ્યાય-૩ સૂગ-૩ ભાષ્યાર્થ:
ગણતરફયાઃ નિશ્વાસનુપરતિમવિશ્વના | અશુભતરલેશ્યા - કાપોતલેક્ષા રત્નપ્રભામાં છે, તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાતવાળી કાપોતલેથા શર્કરામભામાં છે. તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી કાપોતલેશ્યા અને નીલલેશ્યા વાલુકાપ્રભામાં છેઃવાલુકાપ્રભામાં પ્રથમનાં કેટલાંક સ્થાનોમાં કાપોતલેથા છે, ઉત્તરમાં સ્થાનોમાં નીલલેથા છે. તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી નીલલેશ્યા પંકપ્રભા પૃથ્વીમાં છે. તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા ધૂમપ્રભામાં છે=ધૂમપ્રભા તારકીના પ્રથમનાં સ્થાનોમાં નીલલેશ્યા છે અને ઉત્તરનાં સ્થાનોમાં કૃષ્ણલેશ્યા છે. તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી કૃષ્ણલેશ્યા તમપ્રભા પૃથ્વીમાં છે. તેનાથી તીવ્રતર સંક્લેશ અધ્યવસાનવાળી કૃષ્ણ જ લેયા મહાતમપ્રભા નારકીમાં છે.
અશુભતર પરિણામ – બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દરૂપ દશ પ્રકારના અશુભ પુદગલપરિણામ છે અને નારકોમાં અશુભતર છેeતારકોમાં અશુભતર નીચે નીચે અધિક હોય છે=દરેક નરકમાં નીચે નીચે અશુભતર હોય છે.
બંધનાદિ દશ અશુભ પરિણામમાંથી કેટલાક પરિણામ બતાવતાં પ્રથમ વર્ણના અશુભ પરિણામને બતાવે છે –
તિર્ય, ઊર્ધ્વ, અને અધઃ સર્વથી અનંત ભયાનક નિત્ય ઉત્તમક એવા અંધકાર વડે નિત્ય અંધકારવાળાં નરકો હોય છે. પ્લેખ, મૂત્ર, વિષ્ઠા, સ્રોત, મળ, રૂધિર, ચરબી, મેદ અને પૂયતા=પરના અતુલેપવાળાં તળો હોય છે=ારકની ભૂમિ હોય છે. સ્મશાનની જેમ પૂતિ, માંસ, કેશ, હાડકાં, ચર્મ, દાંત, નખથી આસ્તીર્ણ ભૂમિઓવાળાં નરકો હોય છે.
નરકના વર્ણનું સ્વરૂપ બતાવ્યાં પછી નારકની ગંધનું સ્વરૂપ બતાવે છે –
કૂતરા, શૃંગાલ, બિલાડા, નોળીયા, સર્પ, મૂષક–ઉંદરડા, હાથી, અશ્વ, ગાય, મનુષ્યનાં સડેલાં શબ કરતાં અશુભતર ગંધવાળા નરકાવાસો છે.
આ રીતે નરકાવાસોની અશુભગંધનું સ્વરૂપ બતાવ્યા પછી નરકાવાસમાં અશુભ શબ્દોનું સ્વરૂપ બતાવે છે –
હે માતા, અહો ! કષ્ટને ધિક્કાર થાઓ, ખરેખર ! મને મુક્ત કરો, દોડો! પ્રસાદ કરો હે ભર્ત ! દીન એવા મારો વધ કરો નહીં, એ પ્રમાણે સતત રુદિત, તીવ્ર કરૂણાવાળા, દીવ, વિક્લવ એવા વિલાપવાળા, આર્ત અવાજવાળા વિવાદ વડે દીવ, કૃપણ, કરૂણાવાળા, યાચના કરનાર બાષ્પથી સવિરુધ એવા નિસ્તવિત એવી ગાઢ વેદનાવાળા કુંજિત એવા તારકો વડે સંતાપ, ઉચ્છવાસ, વિશ્વાસથી સતત ભય ધ્વનિવાળા શબ્દો નીકળતા હોય છે.