________________
પ્રયાસ કર્યો છે જે ગ્રન્થનું રીતસર અધ્યયન કરવાથી બરાબર ખ્યાલમાં આવે તેમ છે અને સંક્ષેપમાં તેનો ખ્યાલ લેવો હોય તો ૧૮ પેઈજની વિસ્તૃત અનુક્રમણિકા જોવાથી પણ સ્કૂલ ખ્યાલ આવશે. છતાં તેને ટૂંક ખ્યાલ આપીએ છીએ.
આપણે ત્રિસ્ત્રી પ્રકાશિકા ટકાની રચના કરનાર આચાર્યશ્રીના વ્યક્તિત્વ વિષે વિચાર કર્યો. હવે, ટીકાના અંતર્ભાગમાં પ્રવેશ કરી ટીકાની વિશિષ્ટતા વિષે થોડું અવલોકન કરીશું, જે અસ્થાને ગણાશે નહિ.
ત્રિસૂત્રી ઉપરની શ્રીસિદ્ધસેનગણિ મહારાજની વૃત્તિને ભાવ અત્યંત સ્પષ્ટ કરવામાં આ પ્રકાશિકા આજે એક સબલ સાધન ઉત્પન્ન થયું છે. પ્રકાશિકામાં કોઈ પણ વિષય અને કોઈપણ શબ્દને સ્પષ્ટ કર્યા વિના છોડવામાં આવેલો નથી એટલું જ નહીં પરંતુ પ્રાયઃ દરેક દરેક ઉપયોગી શબ્દોને ભાવ અને પૂર્વાપરની સંગતિ સૂક્ષ્મતાથી જોડવામાં આવેલી છે. ઉપરાંત, દરેક મહત્ત્વનાં વાક્યોનાં અવતરણો અને છેવટનો ભાવ વ્યક્ત કર્યા વિના આગળ વધાયું નથી. સાથે સાથે જરૂર પડી છે ત્યાં ત્યાં બીજા ગ્રન્થોનાં પ્રમાણે ટાંકીને વિધેયને ખૂબ પરિપુષ્ટ કરવામાં આવેલ છે.
પૂર્વપક્ષ તરીકે રજુ કરવામાં આવેલા ભાગો કોનાં મંતવ્યો છે અને પૂર્વપક્ષકારનો પૂર્વપક્ષમાં શો આશય છે? તેને બરાબર સ્પષ્ટ કરી નાંખી ઉત્તરપક્ષ તરીકેનો ખંડન વિભાગ–પૂર્વપક્ષના દરેકે દરેક અંશને બરાબર સ્પર્શ કરીને કેવી રીતે ખંડિત કરે છે, તે પદ્ધતિસર સમજવામાં અભ્યાસીને આ ટીકાથી બરાબર મદદ મળે છે અને સાથે સાથે અભ્યાસ અને વાચન રસપ્રદ બની રહે છે. ટીકાની ભાષાશૈલી એકદમ સ્પષ્ટ અદરિદ્ર-શબ્દરચનાવાળી, પ્રાંજલ અને સચોટ છે. નવ્ય ન્યાયની વિવેચનપદ્ધતિમિશ્રિત વિશદ પ્રાચીન પદ્ધતિની પ્રૌઢ પદ્ધતિ એટલી જ રોચક અને પ્રવાહભરી છે જે આચાર્ય મહારાજની દર્શનાન્તરીય જ્ઞાનની શક્તિ અને જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈન તર્કપદ્ધતિના જ્ઞાનની સૂક્ષ્માભ્યાસિતા પૂરવાર કરવાને પૂરતી છે. વીતરાગ પરમાત્માની સ્યાદ્વાદ શૈલીની દેશના અને પ્રાચીન પૂર્વાચાર્યોની શાસનભૂષણતા પ્રતિ અનન્ય ભક્તિભાવ પણ આ ટીકામાં એટલો જ વ્યક્ત થાય છે.
" વિશેષ ખૂબી તો એ છે દર્શનાન્તરીય પૂર્વપક્ષોને પ્રથમ બરાબર સ્થિર કરવામાં આવેલા છે અને પછી ઉત્તરપક્ષ તેમજ તેનું તારતમ્ય બરાબર ઠસાવવામાં આવેલું છે. છતાં પૂર્વાચાર્યોની તત્વવ્યવસ્થાને ક્યાંય ભૂલવવામાં આવી નથી. ૩ માતૃકાપદાસ્તિકાય વગેરે વિષે I અર્પિતાનર્પિતસિ: એ સૂત્રના ભાગ્યમાં માતૃકાપદાસ્તિકાય વગેરે જે વિવેચન કરવામાં આવ્યું છે તે નવીન જણાય છે. તેનું મૂલ ઉપલબ્ધ કોઈ આગમમાં કે પૂર્વાચાર્યવિરચિત કોઈ પ્રકરણગ્રન્થમાં કે અનુપલબ્ધ આગમો કે ગ્રન્થોમાં હશે કે પૂવમાંથી ઉદ્ધત હશે ? તે એક સંશોધનનો વિષય છે. કેમકે આ જાતનું નિરૂપણ હાલમાં કોઈ પણ સ્થળે આપણા જોવામાં આવ્યું નથી તેમ જ ટીકાકારો પણ તેનું કોઈ પણ સ્થલ બતાવતા નથી, દિગંબર સંપ્રદાયના કોઈ ગ્રન્થમાં પણ આ વસ્તુ જોવામાં આવતી નથી અને જે તે વસ્તુ તેવી જ હોય તો વાચકશ્રીનું પૂર્વધરપણું અને ભાષ્યનું સ્વપજ્ઞપણું સાબિત કરવાને આ પણ એક પ્રબલ પ્રમાણ આપણુ જાણવામાં આવી શકે છે. કેમકે એ નિરૂપણ પૂવમાંથી કદાચ ઉદ્ધત હોય, એમ સંભવિત માની શકાય છે.
ટીકાકાર ભગવંતોએ સૂત્રની અનેક વ્યાખ્યાઓ કરીને સપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ વગેરે પદાર્થો કાઢ્યા છે પરંતુ તે મૂળ ભાષ્યમાં શબ્દશઃ તો નથી જ, છતાં આ સૂત્ર એવું છે કે તેમાંથી ફલિત કરી શકાય તેમ છે.
' ભગવાન મહાવીરદેવના સકલર્જિતકલ્યાણકર જીવનોદેશમાં જ શ્રીતત્વાર્થકારે પોતાના જીવનનો ઉદ્દેશ સામેલ કર્યો છે. ટીકાકારોએ અને શ્રી પ્રકાશિકાકાર આચાર્ય મહારાજને પણ એ જ જીવનદ્દેશ છે. આવા મહાન ઉદ્દેશની સિદ્ધિના પ્રયાસોમાં મને પણ યત્કિંચિત ભાગ મળ્યો છે, તો તેથી હું મારું મહદ્ ભાગ્ય માનું છું અને આવું ભાગ્ય હોવાની સિદ્ધિમાં જ ખૂબ રાચતો હું વિરમું છું.
મેસાણા, ] માગસર સુ. ૧, 3 , ૨૦૦૧ U
પ્રભુદાસ બેચરદાસ પારેખ