________________
અને
૧-૭માં સત શબ્દ છે, ૫-૩માં નિત્ય શબ્દ છે, ૫–૨૪માં બન્ધ શબ્દ છે, ૫-૨માં દ્રવ્ય શબ્દ છે, ૫-૩૦માં ગુણ શબ્દ છે, પ-૩૬માં પરિણામ શબ્દ છે. તે ઉપરાંત યોગ, ઉપયોગ વગેરેનું મૂળસ્વરૂપે પણ એ પરિશિષ્ટમાં બતાવેલું છે. એમ પરિશિષ્ટની એવી વિચિત્ર અદભુત સાંકળ છે, કે એકબીજા પદાર્થો ઘણી જ ખૂબીથી સંકળાયેલા છે. છઠ્ઠા અધ્યાયમાં યોગનું વર્ણન શરૂ કરતાં પહેલાં પાંચમા અધ્યાયને યોગ્ય યોગનું મૂળસ્વરૂપ બતાવવા પરિણામની વ્યાખ્યા કરવી પડે છે અને તે પહેલાં દ્રવ્ય, ગુણપર્યાયની વ્યાખ્યા કરવી પડે છે. વચ્ચે કાળનો અંતર–અધિકાર આવી જાય છે. દ્રય ગુણની વ્યાખ્યા પણ બન્ધમાં સામાધિક પારિણામિક બતાવવા પરિણામની વ્યાખ્યાની આવશ્યક્તા ઉત્પન્ન થાય છે, પરંતુ દ્રવ્યગુણની વ્યાખ્યા આપ્યા વિના તેના ભાવરૂપ પરિણામનું વર્ણન થઈ શકે નહિ. પરિણામની વ્યાખ્યાની આવશ્યકતા બંધની વ્યાખ્યામાંથી ઊભી થાય છે એટલે એ પાછળના આખા પરિશિષ્ટમાં મુખ્યપણે તો સત, નિત્ય અને બંધ એ ત્રણની જ વ્યાખ્યા આપવા જતાં તેની સાથે સંકળાયેલા બીજા પદાર્થોની ગૌણ
મુખ્યપણે વ્યાખ્યાઓ અને સ્વરૂપનિરૂપણ થતાં જાય છે. આ સૂત્રકારના જેવી આવી અજબ ખૂબી કોઈ પણ સૂત્રકારમાં જોવામાં આવી નથી. આવા ગહન સંબંધોથી સાંકળેલી સૂત્રરચના હોવા છતાં સ્વોપણ ભાષ્યમાં પોતે જે સંગતિઓ આપે છે તે કેવળ તદન સાદી સરલ અને કેમ જાણે સામાન્ય પ્રકારની હોય તેમ આપે છે. એટલા ઉપરથી તેઓ સૂક્ષ્મ સંગતિઓ નથી કરી જાણતા એવી કલ્પના પણ ન કરવી. પરંતુ ભાષ્યની સરળતા બળબોધક છે. હાલમાં જેમ નવતત્ત્વપ્રકરણ વગેરે પ્રાથમિક અભ્યાસીઓ માટે છે તેમ તત્ત્વાર્થાધિગમસત્ર અને એ દ્રષ્ટિથી તદન બાળ ભાષામાં પ્રશ્નો કરીને અવતરણો જોડવામાં આવ્યા છે. અહીં ત્રિસૂત્રીમાં તો ત્રણ સૂત્રો લેવામાં આવેલા છે.
१ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ५-२९ २ तावाव्ययं नित्यम्
वाव्यय नित्यम् ५-३०
३ अर्पिताऽनर्पितसिद्धेः ५-३१ આમાં પણ નિત્યની વ્યાખ્યા, સતની વ્યાખ્યાને આધીન છે. એટલે એક રીતે નિત્યની વ્યાખ્યાનું સૂત્ર પણ ગૌણ અવાન્તર વિષય તરીકે છે એમ કહેવામાં હરકત નથી. મારી સમજ પ્રમાણે વ્યય શબ્દ-સતની વ્યાખ્યામાં અંદર પડેલો છે અને એ જ વયના અભાવરૂપ અવ્યય શબ્દ નિત્યની વ્યાખ્યામાં આવે છે તેમ જ નિત્યની વ્યાખ્યામાં સદ્ભાવ એટલે સર્વની અવ્યયતા આપે છે. આમ વ્યય અને અવ્યય, સત્વ અને નિત્યતા એ વગેરે પરસ્પર વિરુદ્ધ અને અસંગત જેવું કોઈ પણ વાચકને સ્પષ્ટ જણાય છે અને તેનો આ વિરોધ શા માટે? અથવા તેનો પરિવાર સત્રકારને કેવી રીતે ઇષ્ટ હશે? આ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ જાગે એવું આ બે સૂત્રોનું વિચિત્ર સ્થળ આખા ગ્રન્થમાં આ ઠેકાણે જ છે. એટલે અહીં અભ્યાસીના મનમાં શંકા, ગુંચવણ અને જિજ્ઞાસા જાગ્યા વિના રહે તેમ નથી જ એટલે તેના પરિવાર તરીકે, હેતુસૂત્ર ઉતાર્વતસિઃ બરાબર સ્થળે આબાદ સૂત્રકાર ભગવંતે મૂકી દીધું અને એમ કરીને આખી સ્યાદ્વાદ પદ્ધતિનું નિરૂપણ કરી નાંખીને આખા ગ્રન્થને સ્યાદ્વાદ નામની તત્ત્વજ્ઞાનનું વ્યાખ્યાન કરનારી વ્યાખ્યા પદ્ધતિ ઉપર મૂકી દઈ તત્ત્વજ્ઞાનના ગ્રંથ તરીકે સિદ્ધ કરી દીધો છે.
એટલે આ સૂત્ર સ્યાદ્વાદ સરણનું બીજક હોવાથી ખાસ સ્યાદ્વાદના નિરૂપણમાં ઉપયોગી છે માટે જેમ તવાર્થમાંથી અનેક સ્વતંત્ર વિષયો તૈયાર થતાં, એક એક વિષય ઉપર સ્વતંત્ર ગ્રંથ લખી શકાય તેમ છે. એ પ્રમાણે સ્યાદ્વાદનું નિરૂપણ કરનાર જ ગ્રન્થ તત્વાર્થ ઉપરથી લખવો હોય તો આ એક જ સૂત્ર બસ છે. પણ આ સૂત્રવિરોધનો ૫ હાર કરવા માટે હેતુસૂત્ર છતાં સ્યાદ્વાદ્ધ પ્રતિપાદક છે પણ વિરોધ ક્યાં આવે છે કે જેના પરિહાર માટે આ સૂત્ર આપવું પડ્યું છે? તે પ્રશ્નના સમાધાન માટે ઉપરનાં બે સૂત્રો લઈને પરસ્પર વિરોધ બતાવીને તેનો પરિહાર બતાનવાનો શક્ય બને છે માટે ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ શ્રીઉપાધ્યાયજી મહારાજાએ એ ત્રણ સૂત્રો જ પસંદ કરીને ત્રિસૂટ્યાલોક ગ્રંથ લખ્યો. શ્રી સિદ્ધસેનગણિજીએ પણ સકલશાસ્ત્રગર્ભ ત્રિસૂત્રી તરીકે જણાવી અને પ્રસ્તુત આચાર્યો, શ્રીએ પણ પ્રસ્તુત પ્રકાશિકાવૃત્તિ માટે પણ એ ત્રણ સૂત્રો જ પસંદ કર્યો છે. ૨ ત્રિસૂત્રીની વ્યાખ્યાઓ
આ ત્રણ સૂત્ર ઉપર જૈન તર્કપદ્ધતિ અને સ્યાદ્વાદપદ્ધતિના સિદ્ધાંતોના ગહન વિવેચનો ટીકાકારોએ જ કર્યો છે તેને પરમપૂજ્ય આ. વિજયલાવણ્યસૂરિજી મહારાજાએ બહુ જ સૂક્ષમતાથી શબ્દ શબ્દના ભાવો પલ્લવિત કરવાનો