________________
પહેલાંની છે, કેમ કે તેમાં સ્ત્રીલિંગ સિદ્ધ તથા નિર્ચન્થોના લિંગો સંબંધીનાં કોઈ પણ મતભેદનો ઉલ્લેખ નથી. દિગબરમાં ઉપયોગવાદની મતભિન્નતા નથી. જે શ્વેતાંબરોમાં છે અને તેનો ઉલ્લેખ તત્ત્વાર્થભાષ્યમાં છે. અા નિને વગેરે સૂત્રો વિના મતભેદે શ્વેતાંબર માન્યતા પ્રમાણે જ છે. બીજું પણ ઘણાં પ્રમાણ છે.
ભાષ્ય પણ તેમનું સ્વોપણ છે કેમકે સૂત્રોનું વિવરણ ભાગ્યમાં શ્વેતાંબર સમ્મત છે. તેમ જ શ્વેતાંબરમાન્ય સૂત્રપાઠ વધુ મૌલિક અને સંગત છે. કોઈ પણ દિગંબરાચાર્યની ઉપલબ્ધ અનુપલબ્ધ ટીકા કરતાં ભાષ્ય વધુ પ્રાચીન છે. કેમકે તેની સાબિતીઓ સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિકભાષ્ય વગેરેમાં મળી રહે છે. ----
આ પ–ટીકાઓ અને ઇતર સાહિત્ય તત્ત્વાર્થસૂત્ર ઉપર શ્વેતાંબર, દિગંબર પ્રસિદ્ધ આચાર્યોએ અનેક ટીકાઓ કરેલી છે. જુદી જુદી ભાષામાં અનેક વિવેચન છે. જર્મન ભાષામાં પણ સભાષ્યનું ભાષાંતર હાલમાં થયું છે. દિગંબરાચાર્યોને તત્ત્વાર્થસાર નામને ગ્રંથ પણ છે જે મારી સમજ પ્રમાણે કદાચ પ્રશમરતિની પોતાના સંપ્રદાયમાં પૂર્તિ કરવા માટે કર્યો હોય. શ્વેતાંબરાચાર્યવિરચિત ટીકાઓમાં શ્રીહરિભદ્રસૂરિજીએ શરૂ કરેલી અને યશોભદ્રસૂરિ અને તેમના શિષ્ય પૂરી કરેલી ડુપડુપિકા નામની ટીકા, શ્રીસિદ્ધસેનગણિજીની મોટી ટીકા, શ્રીઉપાધ્યાયજી મહારાજશ્રીની એક અધ્યાયની ટીકા મળે છે. તથા યાદ પ્રમાણે શ્રીમલયગિરિજીની ટીકા સંભવિત છતાં મળતી નથી. ગુજરાતી પ્રાચીન અર્વાચીન વિવેચનોમાં એક યશોવિજયજીગણિનું વિવેચન મળે છે પરંતુ તે તો ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી કરતાં જુદા અને તેમની પછી થયેલાનું છે.
તાંબરાચાર્યની સર્વ ટીકાઓમાં-બહુ જ વિશાલ ટીકા શ્રીસિદ્ધસેનગણિજીની છે. જે ટીકામાં ત્રિસૂરી વ્યાખ્યાનો પણ પ્રસ્તુત પ્રકાશિકામાં ખાસ સમાવેશ કરવામાં આવેલો છે. ( શ્રીસિદ્ધસેનગણિજી શ્રીદિજગણિ ક્ષમાશ્રમણશિષ્ય શ્રીસિંહસૂરાચાર્યના શિષ્ય શ્રીભાસ્વામિના શિષ્ય હતા એમ તેમણે છેલ્લે આપેલી ટીકાની પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થાય છે. શરૂઆતની કારિકાઓ ઉપર શ્રીદેવગhસરિની ટીકા પણ છે. શ્રીસિદ્ધસેનગણિજીની ટીકામાંના કેટલાક ઉલ્લેખો પરથી એમ જણાય છે કે બીજા પણ ત્રણ ચાર પ્રાચીન ટીકાકારો તેમની પૂર્વે થયા હશે.
આ નામના બીજા પણ કેટલાક આચાર્યો થયા છે તેથી ઇતિહાસના સંશોધનમાં ઘણો ગોટાળો થઈ જાય છે અને તેથી જ સામાન્ય શોધથી સિદ્ધસેનગુણિને બદલે સિદ્ધસેનદિવાકર અને ગંધહસ્તિ ભાગ્યને બદલે પણ સિદ્ધસેનદિવાકર એવી ગેરસમજણે નામસામ્યથી ફેલાવાયેલી જણાય છે.
શ્રીસિદ્ધસેનગણિજીનો સમય ૯મા સૈકાની આજુબાજુનો જણાય છે. તેમના બીજા ગ્રંથો ઉપલબ્ધ નથી પરંતુ આચારાંગસૂત્ર ઉપર વિવરણ હોવાનું સંભવિત જણાય છે. .
પ્રસ્તુત ત્રિસૂત્રી ૧ ત્રિસૂત્રીનું સ્થાન
તત્વાર્થસૂત્રનું એક એક સૂત્ર જેટલું કરી શકાય, તેટલા વિવેચનને પાત્ર છે છતાં પાંચમો અધ્યાય આખા ગ્રંથના કેન્દ્રરૂપ અને તેની વ્યવસ્થાને સુંદર નમૂનો છે.
પાંચમા અધ્યાયમાં શરૂ કરેલું અધ્યાયના મુખ્ય વિષયનું નિરૂપણ તે ૨૮મા સૂત્ર સુધીમાં સંપૂર્ણ થાય છે. પરંતુ ૨૯ભા સૂત્રથી જુદાં જુદાં પરિશિષ્ટ શરૂ થાય છે. જેમાં ચોથા અધ્યાયમાં સ્થિતિ: સૂત્રથી એક પરિશિષ્ટ શરૂ થાય છે સાતમા અધ્યાયમાં દાનનું નિરૂપણ વગેરે પરિશિષ્ટરૂપે જણાય છે તેમ એ પરિશિષ્ટમાં સત, નિત્ય, બંધ, દ્રવ્ય, ગુણ અને પરિણામ વગેરે શબ્દો ગ્રન્થમાં જુદે જુદે સ્થળે વપરાયેલા છે તેનો સંબંધ દર્શનાન્તરીય અનેક વિપ્રતિપત્તિઓનો સંભવ માનીને દરેક શબ્દના સ્વાભિમત લક્ષણો અને વ્યાખ્યાઓ બાંધવામાં આવેલી છે નહિતર તત્વાર્થકાર લોકસિદ્ધ શબ્દોના લક્ષણો સૂત્રમાં આપવા બેસત જ નહિ અને સંક્ષેપકાર એવી રીતે શબ્દે શબ્દોના લક્ષણો આપવા બેસે પણ નહિ છતાં ૨૮મા સૂત્ર પછીના સૂત્રમાં ઉક્ત ૬ શબ્દોથી વાચ્ય પદાર્થોના લક્ષણો સ્પષ્ટ શબ્દોમાં સૂત્રોથી આપે છે.
ઉક્ત શબ્દો આખા ગ્રન્થમાં જુદા જુદા સૂત્રોમાં વપરાયેલા છે. તેની વ્યાખ્યા ક્યાંય ન કરતાં પદાર્થવિજ્ઞાનના મુખ્ય પ્રતિપાદક પાંચમા અધ્યાયમાં છ દ્રવ્યોના વર્ણન પછી પરિશિષ્ટરૂપે તેના લક્ષણો અને તેને લગતી વિશેષ હકીકતો ખાસ ત્યાં જ યોગ્ય સ્થળે સમજીને આપી છે.