________________
કાયયોગ
હોય તેવું બોલવું તે સત્યાસત્યવચનયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ બોલવું.
(૪) અસત્યામૃષાવચનયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું બોલવું તે અસત્યામૃષાવચનયોગ. દા.ત. “ઘડો લાવ, તપ કર” એમ બોલવું.
૩) કાયયોગ - ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે કાયયોગ. તેના સાત પ્રકાર છે -
(૧) દારિકકાયયોગ - ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિકકાયયોગ.
(૨) વૈક્રિયકાયયોગ-વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિયકાયયોગ.
(૩) આહારકકાયયોગ - આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારકકાયયોગ.
(૪) ઔદારિકમિશ્રકાયયોગ - ઔદારિક શરીર ન બને ત્યાં સુધી ઔદારિક અને કાર્મણ પુદ્ગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુગલોની અથવા આહારક અને ઔદારિક પુગલોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્રકાયયોગ.
(૫) વૈક્રિયમિશ્ર કાયયોગ - વૈક્રિય શરીર ન બને ત્યાં સુધી વૈક્રિય અને કાશ્મણ પુગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશકાયયોગ.
(૬) આહારકમિશકાયયોગ - આહારક શરીર ન બને ત્યાં સુધી આહારક અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્રકાયયોગ.
(૭) કાર્મણકાયયોગ - તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ તે કાર્મણકાયયોગ.