________________
- ચોગ પ્રકરણ
યોગ-મનોવર્ગણાનાપુદગલો, ભાષાવર્ગણાના પુદગલો અને ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે યોગ. ટૂંકમાં, મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે યોગ.
તેના ત્રણ પ્રકાર છે –
૧) મનોયોગ - મનોવર્ગણાના પુગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે –
(૧) સત્યમનોયોગ - સાચું વિચારવું તે સત્યમનોયોગ. દા.ત. “જીવ છે” એમ વિચારવું.
(૨) અસત્યમનોયોગ - ખોટું વિચારવું તે અસત્યમનોયોગ. દા.ત. જીવ નથી' એમ વિચારવું.
(૩) સત્યાસત્યમનોયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ હોય તેવું વિચારવું તે સત્યાસત્યમનોયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ વિચારવું.
(૪) અસત્યામૃષામનોયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું વિચારવું તે અસત્યામૃષામનોયોગ. દા.ત. “ઘડો લાવવો જોઈએ, તપ કરવો જોઈએ એમ વિચારવું.
૨) વચનયોગ - ભાષાવર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે વચનયોગ. તેના ચાર પ્રકાર છે –
(૧) સત્યવચનયોગ - સાચું બોલવું તે સત્યવચનયોગ. દા.ત. જીવ છે” એમ બોલવું.
(૨) અસત્યવચનયોગ - ખોટું બોલવું તે અસત્યવચનયોગ. દા.ત. “જીવ નથી' એમ બોલવું.
(૩) સત્યાસત્યવચનયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ