________________
૪૮
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે ?
વાચ્ય માને તે એવંભૂતનય. દા.ત. સ્ત્રીના માથા પર રહેલ જે ઘડો પાણી લાવવાની વિશિષ્ટ ક્રિયા કરતો હોય તે જ ઘડો પટ શબ્દથી વાચ્ય છે, જે ઘડો તે ક્રિયા કરતો નથી તે ષટ શબ્દથી વાચ્ય નથી-એમ માને છે.
દેશગ્રાહી નૈગમનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, સામ્પ્રતનય, સમભિરૂઢનય - આ નયો ‘જીવ’ એમ બોલવા પર પાંચમાંથી કોઈપણ ગતિમાં રહેલા જીવનું જ્ઞાન કરે છે, કેમકે આ નયો ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક ભાવોથી યુક્ત પદાર્થોને ગ્રહણ કરે છે, ‘નોજીવ' એમ બોલવા પર અજીવદ્રવ્યનું જ્ઞાન કરે છે અથવા જીવના દેશ-પ્રદેશનું જ્ઞાન કરે છે, ‘અજીવ' એમ બોલવા પર અજીવદ્રવ્યનું જ્ઞાન કરે છે, ‘નોઅજીવ’ એમ બોલવા પર જીવનું જ્ઞાન કરે છે અથવા અજીવના દેશ-પ્રદેશનું જ્ઞાન કરે છે.
એવંભૂતનય ‘જીવ’ એમ બોલવા પર સંસારી જીવનું જ્ઞાન કરે છે, કેમકે આ નય ઔદિયકભાવથી યુક્ત જીવને ગ્રહણ કરે છે, ‘નોજીવ' એમ કહેવા પર અજીવનું જ્ઞાન કરે છે અથવા સિદ્ધનું જ્ઞાન કરે છે, ‘અજીવ’ એમ કહેવા પર અજીવનું જ્ઞાન કરે છે, ‘નોઅજીવ’ એમ કહેવા પર સંસારી જીવનું જ્ઞાન કરે છે.
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે ?
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને માને છે.
ઋજુસૂત્રનય મતિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાયના બે અજ્ઞાનને માને છે, કેમકે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે અને મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાનનું ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે.