________________
ઋજુસૂત્રનય, શબ્દનયા
૪૭
કાળા રંગે સ્વીકારાય છે, કેમકે તે કાળો રંગ સ્પષ્ટરૂપે તેમાં વિશેષ જણાય છે. વ્યવહારનય પણ લોકાનુયાયી હોવાથી તે કાળા રંગને જ સ્વીકારે છે, પણ બીજા સફેદ વગેરે રંગો તેમાં હોવા છતાં માનતો નથી.
(૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળના પદાર્થોનું જ્ઞાન કરે તે ઋજુસૂત્રનય. ઋજુસૂત્રનય એમ માને છે કે જે પદાર્થ અર્થક્રિયા (પ્રયોજનને સિદ્ધ કરનારી ક્રિયા) કરી શકે તે જ સત્ છે. ભૂતભવિષ્યના પદાર્થો અર્થક્રિયા કરવા સમર્થ નથી, કેમકે ભૂતકાળના પદાર્થો નાશ પામ્યા છે અને ભવિષ્યના પદાર્થો ઉત્પન્ન થયા નથી, તેથી તે સતું નથી. વર્તમાનકાલીન પદાર્થો અર્થક્રિયા કરવા સમર્થ છે. તેથી તે સત્ છે. ઋજુસૂત્રનય પારકી વસ્તુને વાસ્તવિકપણે અસત્ માને છે, કેમકે તે બીજાના ધનની જેમ પ્રયોજન વિનાની છે.
(૫) શબ્દનય - વસ્તુના અર્થકૃત વિશેષને ગૌણ કરીને તેના શબ્દકૃત વિશેષને માને તે શબ્દનય. તેના ત્રણ ભેદ છે – (સૂત્ર-૧/૩૫)
(i) સાસ્મતનય - પૂર્વે જાણેલા વાચ્ય-વાચક સંબંધ દ્વારા શબ્દથી પદાર્થને જણાવે તે સામ્મતનય. તે લિંગ, વચન, વિભક્તિ, કાળ, કારક વગેરેથી શબ્દોના વાચ્યાર્થને ભિન્ન ભિન્ન માને છે. દા.ત. તરસ, તટી, ૮ - આ ત્રણેથી વાચ્ય પદાર્થો ભિન્ન છે – એમ માને છે. | (ii) સમભિરૂઢનય - એક જ પદાર્થના વાચક ભિન્ન ભિન્ન પર્યાયવાચી શબ્દોના વાચ્યાર્થ ભિન્ન-ભિન્ન માને તે સમભિરૂઢનય. દા.ત. પટ, ર, વનરા થી વાચ્ય પદાર્થો ભિન્ન છે – એમ માને છે.
(iii) એવંભૂતનય - તે તે પદાર્થના વાચક એવા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયા જ્યારે થતી હોય તે વખતે જ તે શબ્દથી તે પદાર્થને