________________
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે? ૪૯
શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને માને છે, શેષ જ્ઞાનો અને અજ્ઞાનોને માનતો નથી, કેમકે મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન શ્રુતજ્ઞાનના ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે અને જીવ જ્ઞસ્વભાવવાળો હોવાથી કોઈ મિથ્યાષ્ટિ નથી, તેથી અજ્ઞાન નથી.
જ્ઞાન-અજ્ઞાન | નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય | પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ઋજુસૂત્રના
મતિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, મતિઅજ્ઞાન સિવાયના બે અજ્ઞાન શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન
ય
શબ્દનય
રોગનો ઈલાજ ન કરાવે, બેદરકાર રહે એનો રોગ વધી જાય, એ રોગ અસાધ્ય બની જાય અને એક દિવસ એ રોગીનું મરણ થઈ જાય. કર્મરોગનો ઈલાજ ન કરાવે, બેદરકાર રહે તો કર્મરોગ વધી જાય, જીવ ભારેકર્મી બને, અનંતસંસારી બને અને અનંત જન્મ-મરણનો આભાગી બને. સંકુલેશ વિનાનું મન એ આંતરધન છે. અબજપતિ પાસે પણ જો આ ધન નથી તો એ ભિખારી છે. ફૂટપાથ પર સૂનારા પાસે પણ જો આ ધન છે તો એ શ્રીમંત છે. જે મનથી ક્ષપકશ્રેણી માંડવાની છે એ મનને ખરાબ વિચારોના કાદવમાં રગદોડવું નહીં. કાદવમાં શરીર અને કપડાને ખરાબ કરનારા પુત્રને પિતાજી તેમ ન કરવા સમજાવે. છતા તે ન સમજે તો પિતાજી તેને લાફો મારીને પણ તેમ કરતો અટકાવે. તેમ ખરાબ વિચારોમાં રગદોડાતા મનને સમજાવીને પાછું વાળવું. કદાચ એ ન માને તો પરાણે પણ તેને પાછું વાળવું.