________________
૩૮
શ્રુતજ્ઞાનના પ્રકારો (૬) ૩૪૦ પ્રકાર છે. પહેલા કર્મગ્રંથમાં મતિજ્ઞાનના બે ભેદ બતાવ્યા છે – (૧) કૃતનિશ્ચિત મતિજ્ઞાન- શાસ્ત્ર(પરોપદેશ, આગમ વગેરે)થી પરિકર્મિત બુદ્ધિવાળા જીવને શાસ્ત્રાર્થને વિચાર્યા વિના જ એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે ધૃતનિશ્રિતમતિજ્ઞાન. તેના ૩૩૬ ભેદ છે. તે ઉપર કહ્યા મુજબ જાણવા. (૨) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનજેણે ક્યારેય શાસ્ત્રો ભણ્યા કે વિચાર્યા નથી તેવા જીવને તેવા પ્રકારના ક્ષયોપશમથી એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન. તેના ચાર ભેદ છે- ઔત્પાતિક બુદ્ધિ, જૈનયિકીબુદ્ધિ, કાર્મિકીબુદ્ધિ અને પારિણામિકબુદ્ધિ. તેમનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૬૨-૩૬૩ ઉપર) બતાવાશે. આમ મતિજ્ઞાનના ૩૩૬+૪=૩૪૦ ભેદ છે. ૦ શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું હોય છે. (સૂત્ર-૧/૨૦)
શ્રુતજ્ઞાન, આતવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનપ્રવચન - આ પર્યાયવાચી શબ્દો છે.
શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે -
(૧) અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન - તીર્થકર ભગવાને કહેલું અને ગણધર ભગવંતોએ રચેલું શ્રુતજ્ઞાન તે અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન. તે બાર પ્રકારનું
છે -
૧) આચારાંગ ૨) સૂત્રકૃતાંગ ૩) સ્થાનાંગ ૪) સમવાયાંગ ૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬) જ્ઞાતાધર્મકથા
૭) ઉપાસકદશાંગ ૮) અંતકૃદશાંગ ૯) અનુત્તરોપપાતિકદશાંગ ૧૦) પ્રશ્નવ્યાકરણ ૧૧) વિપાકસૂત્ર ૧૨) દષ્ટિવાદ