________________
૩૭
મતિજ્ઞાનના પ્રકારો
૪) એકવિધ - દા.ત. એક વસ્તુના સ્પર્શના એક પર્યાયને જાણે તે. ૫) ક્ષિપ્ર - જલ્દી જાણે તે. ૬) ચિર - ઘણા કાળે જાણે તે. ૭) અનિશ્રિત - લિંગ વિના જાણે તે. ૮) નિશ્રિત - લિંગ વડે જાણે તે. ૯) અસંદિગ્ધ - નિશ્ચિત જાણે તે. ૧૦) સંદિગ્ધ - શંકાવાળુ જાણે તે. ૧૧) ધ્રુવ - હંમેશા જાણે છે. ૧૨) અધ્રુવ - ક્યારેક જાણે, ક્યારેક ન જાણે તે. આમ મતિજ્ઞાનના ૧) બે પ્રકાર છે – ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તક ૨) ચાર પ્રકાર છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા ૩) ૨૮ પ્રકાર છે – પાંચ ઈન્દ્રિય અને મન = ૬ x અર્થાવગ્રહાદિ ૪ = ૨૪ મન અને ચક્ષુરિન્દ્રિય સિવાયની ચાર ઈન્દ્રિય x વ્યંજનાવગ્રહ = ૪ ૨૪ + ૪ = ૨૮ (૪) ૧૬૮ પ્રકાર છે – ૨૮ x બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ== ૧૬૮ (૫) ૩૩૬ પ્રકાર છે –. --- ૨૮ x બહુ, બહુવિધ વગેરે ૧૨ = ૩૩૬