________________
૩૧
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
એક જીવને આશ્રયી સમ્યગ્દષ્ટિનો કાળ સાદિઅનંત છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દષ્ટિનો કાળ અનાદિઅનંત છે. અંતર - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિનું અંતર (એકવાર ગયા પછી ફરી મળે ત્યાં સુધીનો કાળો કેટલું છે? એક જીવને આશ્રયી સમ્યગ્દર્શનનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દર્શનનું અંતર નથી.
સમ્યગ્દષ્ટિનું અંતર નથી. (૭) ભાવ - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કયા ભાવમાં હોય?
સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ ઔદયિક અને પરિણામિક સિવાયના ત્રણ ભાવમાં હોય. ઔપથમિક સમ્યગ્દર્શન ઔપથમિક ભાવમાં હોય છે. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષાયિકભાવમાં હોય છે. અલ્પબહુત - ઔપથમિક સમ્યગ્દર્શની સૌથી થોડા છે. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (છબસ્થ) અસંખ્ય ગુણ છે. તેના કરતાં ક્ષાયોપથમિક સમ્યગ્દર્શની અસંખ્ય ગુણ છે. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (કેવલી) અનંતગુણ છે. સમ્યગ્દર્શનની વિચારણા કરી. હવે સમ્યજ્ઞાનની પ્રરૂપણા કરાય છે.