________________
૩)
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (૪) સ્પર્શના - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ લોકના કેટલા ભાગને સ્પર્શે?
સમ્યગ્દર્શની જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે અને ઉત્કૃષ્ટથી દેશોન ૮/૧૪ લોકને સ્પર્શે. અય્યત દેવલોકનો દેવ જન્માંતરના કે એ જ ભવના સ્નેહથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધીના દેવને બારમા અશ્રુત દેવલોક સુધી લઈ જાય છે. બારમા દેવલોકે ગયેલ સહસ્ત્રાર સુધીનો દેવ ત્યાંથી ઉત્તરવૈક્રિય શરીર બનાવી ત્રીજી નરકમાં જાય. અથવા સહસ્ત્રાર દેવલોક સુધીનો સમ્યગ્દર્શની દેવ એક રૂપે બારમા દેવલોકમાં જાય અને બીજા રૂપે નીચે ત્રીજી નરક સુધી જાય. તિચ્છલોકના મધ્યભાગથી અશ્રુત દેવલોક સુધી પ રાજ છે અને ચોથી નરકના ઉપરના તલ સુધી ૩ રાજ છે. વળી દેવો ધજા સુધી જતા નથી, દેવસભા સુધી જ જાય છે. એથી ઉપરનો ધજાનો ભાગ બાકી રહે છે. નીચે ચોથી પૃથ્વીના ઉપરના તલે ૩ રાજ પૂર્ણ થાય છે. દેવો ત્યાં સુધી જતા નથી, પણ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જ જાય છે. આથી ત્રીજી પૃથ્વી પછીનો ભાગ બાકી રહે છે. આમ સમ્યગ્દર્શની ન્યૂન ૮ રાજને સ્પર્શે છે, એટલે કે ન્યૂન ૮/૧૪ લોકને સ્પર્શે છે. સમ્યગ્દષ્ટિ સર્વલોકને સ્પર્શે છે. કેવળી સમુદ્યાતની અપેક્ષાએ
સમ્યગ્દષ્ટિને સર્વલોકની સ્પર્શના હોય છે. (૫) કાળ - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કેટલો કાળ ટકે?
એક જીવને આશ્રયી સમ્યગ્દર્શનનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટકાળ સાધિક ૬૬ સાગરોપમ છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દર્શનનો કાળ સર્વકાળ છે.