________________
સમ્યજ્ઞાન પ્રકરણ સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર છે - (સૂત્ર-૧૯)
(૧) મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષર વિનાનું જ્ઞાન તે મતિજ્ઞાન.
(૨) શ્રુતજ્ઞાન - શબ્દ સાંભળતા, બોલતા, જોતાં કે પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષરવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) અવધિજ્ઞાન - અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનું ઈન્દ્રિય અને મન વિના થતું જ્ઞાન તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યવજ્ઞાન - સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જણાવનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન.
(૫) કેવળજ્ઞાન - લોકાલોકના બધા દ્રવ્યોના ત્રણે કાળના બધા પર્યાયોનું એકસાથે એક સમયે થતું જ્ઞાન તે કેવળજ્ઞાન, અથવા મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો સિવાયનું જ્ઞાન તે કેવળજ્ઞાન.
આ પાંચ પ્રકારનું જ્ઞાન એ બે પ્રમાણરૂપ છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ અને પરોક્ષ. (સૂત્ર-૧/૧૦).
પ્રત્યક્ષ પ્રમાણ - અક્ષ એટલે આત્મા. ઈન્દ્રિયોની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ.
પરોક્ષ પ્રમાણ - આત્માથી પર એવી ઈન્દ્રિયો અને મનની સહાયથી થતું જ્ઞાન તે પરોક્ષ પ્રમાણ.
બૌદ્ધો બે પ્રમાણ માને છે – “પ્રત્યક્ષ, અનુમાન. D પ્રત્યક્ષ - ઇન્દ્રિયોથી થતું વિષયોનું સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ. અનુમાન - લિંગ દ્વારા લિંગીનું જ્ઞાન કરવું તે અનુમાન પ્રમાણ. દા.ત. ધૂમાડા ઉપરથી અગ્નિનું જ્ઞાન કરવું તે.