________________
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૫O૭ શ્રમફલમમદવ્યાધિ-મદનેભ્યચ્ચ સન્મવાત્ | મોહોત્પત્તેિવિપાકાચ્ચ, દર્શનધ્વસ્ય કર્મણઃ રા.
કેટલાક સુખેથી ગાઢ નિદ્રામાં સૂતેલા માણસની જેમ મોક્ષને ઇચ્છે છે. તે બરાબર નથી, કેમકે નિદ્રામાં ક્રિયા હોય છે, નિદ્રામાં સુખની તરતમતા હોય છે, થાક-માંદગી-નશો-રોગ-કામ-મોહની ઉત્પત્તિ અને દર્શનાવરણકર્મના ઉદયથી નિદ્રા આવે છે. (૨૮-૨૯)
લોકે તત્સદેશો હ્યર્થ, કન્ઝડપ્યજ્યો ન વિદ્યતે | ઉપમીયેત તઘેન, તસ્માનિરુપમ સુખમ્ li૩૦માં
સંપૂર્ણ લોકમાં મોક્ષના સુખ જેવી બીજી કોઈ વસ્તુ નથી જેના વડે મોક્ષના સુખની ઉપમા આપી શકાય. તેથી મોક્ષમાં અનુપમ સુખ છે. (૩૦)
લિડપ્રસિદ્ધઃ પ્રામાણ્યા-દનુમાનોપમાનયોઃ | અત્યન્ત ચાપ્રસિદ્ધ ત-ધનાનુપમ સ્મૃતમ્ l૩૧//
જેના અન્વયવ્યતિરેકી લિંગની પ્રસિદ્ધિ હોય તે જ અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જેના સાદેશ્યલિંગની પ્રસિદ્ધિ હોય તે જ ઉપમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જે કારણથી મોક્ષના સુખના આવા લિંગ અત્યંત અપ્રસિદ્ધ છે, તેથી તે અનુપમ કહ્યું છે. (૩૧)
પ્રત્યક્ષ તદ્ ભગવતા-મહેતાં તૈશ્ચ ભાષિતમ્ | ગૃહ્યHડસ્તીત્યતઃ પ્રાજ્ઞ-ર્નચ્છદ્મસ્થપરીક્ષયા ૩૨ા
મોક્ષનું સુખ અરિહંત ભગવંતોને પ્રત્યક્ષ છે અને તેમણે તે કહ્યું છે, માટે બુદ્ધિમાનો “મોક્ષસુખ છે' એમ માને છે, છબસ્થની પરીક્ષાથી મોક્ષસુખ જણાતું નથી. (૩૨)