________________
ભાષ્યગત પ્રશક્તિ વાચકમુખ્યસ્ય શિવઢિયા, પ્રકાશયશસઃ પ્રશિષ્યણ ! શિષ્યણ ઘોષનન્ટિ-ક્ષમણર્યકાદશાષવિદ ૧ વાચનયા ચ મહાવાચક-ક્ષમણમુણ્ડપાદશિષ્યસ્ય | શિષ્યણ વાચકાચાર્ય-મૂલનામ્નઃ પ્રથિતકીર્તે તેરા ચગ્રોધિકાપ્રસૂન, વિહરતા પુરવરે કુસુમનાગ્નિ | કૌભીષણિના સ્વાતિ-તનકેન વાત્સસુતેનાર્થમ્ lill અહંચન સમ્યગુરુ-ક્રમેણાગત સમુપધાર્ય / દુઃખારૂં ચ દુરાગમ-વિહતમિતિ લોકમવલોક્ય lll ઈદમુશ્ચર્નાગરવાચકન, સત્તાનુકમ્પયા દબ્ધમ્ | તત્ત્વાર્થાધિગમાખ્ય, સ્પષ્ટમુમાસ્વાતિના શાસ્ત્રમ્ પા
જેમનો યશ પ્રગટ છે એવા શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગ્યાર અંગને જાણનારા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય, પસરેલી કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય, ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુરમાં વિચરતા, કુભીષણ ગોત્રવાળા સ્વાતિ નામના પિતાના પુત્ર, વત્સ ગોત્રવાળા ઉમામાતાના પુત્ર, એવા ઉચ્ચ નાગરશાખાના ઉમાસ્વાતિ વાચકજીએ ગુરુ પરંપરાથી આવેલા અરિહંત પરમાત્માના ઉત્તમ વચનને સારી રીતે સમજીને લોકને દુઃખોથી પીડિત અને દુષ્ટ શાસ્ત્રોથી હણાયેલી મતિવાળો જોઈને જીવો ઉપરની અનુકંપાથી તત્ત્વાર્થાધિગમ નામનું સ્પષ્ટ અર્થવાળું આ શાસ્ત્ર રચ્યું (૧-૫)