________________
પ૦૬
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ મુક્તાત્માઓને સાંસારિક સુખને ઓળંગી ગયેલું, નાશ નહીં પામનારું, પીડા વિનાનું શ્રેષ્ઠ સુખ હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. (૨૩)
સ્યાદેતદશરીરસ્ય, જનનોર્નાષ્ટકર્મણઃ | કર્થ ભવતિ મુક્તમ્ય, સુખમિત્યત્ર મે શુણ ૨૪ લોકે ચતુષ્પિહાર્યેષુ, સુખશબ્દ પ્રયુજ્યતે | વિષયે વેદનાભાવે, વિપાકે મોક્ષ એવ ચ આરપા સુખો વહિઃ સુખો વાયુ-ર્વિષયેખ્રિહ કચ્યતે | દુઃખાવભાવે ચ પુરુષ:, સુખિતોડસ્મીતિ મન્યતે પારદા પુણ્યકર્મવિપાકાચ્ચ, સુખમિટેન્દ્રિયાર્થકમ્ કર્મલેશવિમોક્ષાચ્ચ, મોક્ષે સુખમનુત્તમમ્ //રણી
પ્રશ્ન- જેના આઠ કર્મોનો નાશ થયો છે એવા, શરીર વિનાના મુક્ત જીવને સુખ શી રીતે હોય છે ?
જવાબ- અહીં મારો જવાબ સાંભળ : લોકમાં સુખ શબ્દનો પ્રયોગ ચાર અર્થોમાં થાય છે. તે આ પ્રમાણે- વિષયમાં, વેદનાના અભાવમાં, સાતવેદનીયકર્મના ઉદયમાં અને મોક્ષમાં. (૧) વિષયોમાં સુખ શબ્દનો પ્રયોગ આ રીતે કહેવાય છે-અગ્નિ સુખરૂપ છે, વાયુ સુખરૂપ. (૨) દુઃખના અભાવમાં પુરુષ એમ માને છે કે “હું સુખી છું'. (૩) પુણ્યકર્મના ઉદયથી ઈષ્ટ વિષયોથી જન્ય સુખ થાય છે. (૪) કર્મ અને ક્લેશથી છૂટવાથી મોક્ષમાં સર્વશ્રેષ્ઠ સુખ છે. (૨૪-૨૭)
સુખપ્રસુપ્તવત્કંચિ-દિચ્છત્તિ પરિનિવૃતિમ્ | તદયુક્ત ક્રિયાવસ્વા-સુખાનુશાયતસ્તથા ૨૮