________________
૪૮૨
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ જ્ઞાનોપયોગ-સંવેગૌ શક્તિતત્યાગતપસી સંઘ-સાધુસમાધિવૈયાવૃન્યકરણ-મહેદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકાપરિહાણિમર્ગપ્રભાવના-પ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય.
(૨૩) સમ્યગ્દર્શનની વિશુદ્ધિ, વિનયથી યુક્તપણું, શીલ અને વ્રતોમાં અતિચારોનો અભાવ, વારંવાર જ્ઞાનોપયોગ અને સંવેગ, શક્તિ મુજબના ત્યાગ અને તપ, સંઘ અને સાધુની સમાધિ-વૈયાવચ્ચ કરવી, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનની ભક્તિ, આવશ્યક અનુષ્ઠાનોની અપરિહાનિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન ઉપરનું વાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આગ્નવો છે. (૨૪) પરાત્મ-નિન્દા-પ્રશંસે સદસગુણાચ્છાદનોદ્ભાવને ચા નીચૅર્ગોત્રસ્ય.
(૨૪) પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, પોતાના અવિદ્યમાન ગુણો પ્રગટ કરવા અથવા બીજાના દોષો પ્રગટ કરવા તે નીચગોત્રના આગ્નવો છે. (૨૫) તદ્વિપર્યયો નીચૈવૃત્યુનુસેકી ચોત્તરસ્ય.
(૨૫) તેનાથી વિપરીત આચરણ કરવું, નમ્રતા, અભિમાનનો અભાવ વગેરે ઉચ્ચગોત્રના આગ્નવો છે. (૨૬) વિજ્ઞકરણમજોરાયસ્ય. (૨૬) વિઘ્ન કરવો એ અંતરાયનો આસ્રવ છે.
સાતમો અધ્યાય (૧) હિંસાડનૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહભ્યો વિરતિવ્રત.
(૧) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ થકી વિરતિ એ વ્રત છે.