________________
४८3
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨) દેશસર્વતોડણમહતી.
(૨) દેશથી વિરતિ એ અણુવ્રત છે અને સર્વથી વિરતિ એ મહાવ્રત છે. (૩) તસ્વૈર્યાર્થ ભાવનાઃ પંચ પંચ.
(૩) વ્રતોની સ્થિરતા માટે ૫-૫ ભાવનાઓ છે. (૪) હિંસાદિગ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્.
(૪) વ્રતોની સ્થિરતા માટે હિંસા વગેરેથી આભવમાં અને પરભવમાં થતા નુકસાનો અને પાપોને જોવા. (૫) દુઃખમેવ વા.
(૫) અથવા (વ્રતોની સ્થિરતા માટે હિંસા વગેરેમાં અન્ય જીવોને થતા) દુઃખની ભાવના કરવી. (૬) મૈત્રી પ્રમોદકારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ક્લિશ્યમાનાવિનેયેષ.
(૬) સત્ત્વશાળી જીવો, ગુણોથી અધિક જીવો, ફ્લેશ પામતા (દુઃખી) જીવો, સમજાવી ન શકાય એવા જીવોને વિષે (ક્રમશ:) મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્ય ભાવનાઓ ભાવવી. (૭) જગત્કાયસ્વભાવ ચ સંવેગવૈરાગ્યાર્થ.
(૭) સંવેગ અને વૈરાગ્ય માટે જગતના સ્વભાવની અને શરીરના સ્વભાવની ભાવના કરવી. (૮) પ્રમત્તયોગાત્માણવ્યપરોપણે હિંસા.
(૮) પ્રમાદવાળા યોગોથી પ્રાણનો નાશ કરવો તે હિંસા છે. (૯) અસદભિધાનમકૃતમ્.
(૯) જૂઠું બોલવું તે અસત્ય છે.