________________
४८०
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૦) ક્રમશઃ ૨,૪,૨,૩ ભેદવાળા નિર્વર્તન, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ અજીવ અધિકરણ છે. (૧૧) તત્વદોષ-
નિવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાનદર્શનાવરણયોઃ.
(૧૧) જ્ઞાન-દર્શનના પ્રષ, નિદ્વવ (છૂપાવવું), માત્સર્ય (ઈર્ષા), અંતરાય, આશાતના, ઉપઘાત (નાશ) એ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મોના આગ્નવો છે. (૧૨) દુઃખ-શોક-તાપાશ્ચન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થાન્યસ‘ઘસ્ય.
(૧૨) પોતાનામાં, બીજામાં કે બંનેમાં રહેલા દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, વધ, દીનતા એ અસાતા વેદનીયના આસ્રવો છે. (૧૩) ભૂતવત્યનુકપ્પા દાન સરોગસંયમાદિયોગઃ શાન્તિઃ શૌચમિતિ સઘસ્ય.
(૧૩) જીવો અને વ્રતધારીઓ ઉપર અનુકંપા, દાન, સરાગ સંયમ વગેરે (દેશવિરતિ, અકામનિર્જરા, બાળપ)નો યોગ, ક્ષમા, શૌચ (લોભનો નિગ્રહ) એ સાતા વેદનીયના આગ્નવો છે. (૧૪) કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવાવર્ણવાદો દર્શનમોહસ્ય.
(૧૪) કેવલી, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ અને દેવના અવર્ણવાદ કરવા એ દર્શનમોહનીયના આસ્રવો છે. (૧૫) કષાયોદયાતીત્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય.
(૧૫) કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ એ ચારિત્રમોહનીયનો આસ્રવ છે.