________________
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૯ (૩) શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે. (૪) અશુભ પાપસ્ય.
(૪) અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે. (૫) સકષાયાકષાયયોઃ સામ્પરાચિકેર્યાપથયો.
(૫) કષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક કર્મોનો આસ્રવ છે અને કષાય વિનાના જીવોનો યોગ ઇર્યાપથ કર્મોનો આસ્રવ છે. (૬) અવત-કષાયેન્દ્રિય-ક્રિયાઃ પંચ-ચતુ-પંચ-પંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ.
(૬) ક્રમશઃ ૫,૪,૫,૨૫ સંખ્યાવાળા અવ્રત, કષાય, ઇન્દ્રિય, ક્રિયા એ સાંપરામિક આસ્રવના ભેદ છે. (૭) તીવ્રમદ-જ્ઞાતા-જ્ઞાતભાવ-વર્યાધિકરણવિશેષેભ્યસ્તઢિશેષઃ.
(૭) તીવ્રભાવ, મંદભાવ, જાણવું, ન જાણવું, વીર્ય અને અધિકરણની તરતમતાથી સાંપરાયિક આગ્નવોની તરતમતા થાય છે. (૮) અધિકારણે જીવાજીવાઃ.
(૮) અધિકરણ (બે પ્રકારના છે –) જીવો અને અજીવો. (૯) આદ્ય સંરસ્મસમારમ્ભારમ્ભ-યોગ-કૃતકારિતાનુમત-કષાયવિશેષેસ્ટિસ્ત્રિશ્ચિતુઐકશઃ.
(૯) પહેલુ (જીવ) અધિકરણ સંરંભ-સમારંભ-આરંભ, મન-વચનકાયાના યોગ, કરણ-કરાવણ-અનુમોદન અને કષાયોના વિશેષથી દરેકના ૩,૩,૩,૪ વિકલ્પોવાળુ હોવાથી ૧૦૮ પ્રકારનું) છે. (૧૦) નિર્વર્તના-નિક્ષેપસંયોગનિસર્ગો કિચતુર્વિત્રિભેદાઃ પરમ્.