________________
४७०
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૭) વિજયાદિષુ કિચરમા.
(૨૭) વિજય વગેરે અનુત્તર વિમાનોમાં રહેલા દેવોના છેલ્લા બે ભવ બાકી હોય છે. (૨૮) ઔપપાતિકમનુષ્યભ્યઃ શેષાસ્તિયંગ્યોનય..
(૨૮) ઉપપાત જન્મવાળા (નારકી અને દેવો) અને મનુષ્યો સિવાયના શેષ જીવો તિર્યંચ છે. (૨૯) સ્થિતિઃ.
(૨૯) (હવે) સ્થિતિ (કહેવાશે.) (૩૦) ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધ.
(૩૦) ભવનપતિમાં દક્ષિણાર્ધના અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. (૩૧) શેષાણાં પાદોને. | (૩૧) (ભવનપતિમાં) શેષ (ઉત્તરાર્થના) અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પલ્યોપમ છે. (૩૨) અસુરેન્દ્રયો સાગરોપમ મધિક ચ.
(૩૨) અસુરેન્દ્રના બંને અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ સાગરોપમ અને સાધિક ૧ સાગરોપમ છે. (૩૩) સૌધર્માદિષુ યથાક્રમ....
(૩૩) સૌધર્મ વગેરે દેવલોકોમાં ક્રમશઃ (સ્થિતિ કહેવાશે). (૩૪) સાગરોપમે.
(૩૪) (સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ) ૨ સાગરોપમ છે.