________________
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૧ (૩૫) અધિકે ચ.
(૩૫) (ઇશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ) સાધિક ૨ સાગરોપમ છે. (૩૬) સત સનકુમારે.
(૩૬) સનસ્કુમાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે. (૩૭) વિશેષ-ત્રિ-સહ-દશકાદશ-ત્રયોદશ-પંચદશભિરધિકાનિ ચ.
(૩૭) (મહેન્દ્ર વગેરે દેવલોકોમાં) વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમથી અધિક (૭ સાગરોપમ) ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (એટલે કે માહેન્દ્ર દેવલોકમાં સાધિક ૭ સાગરોપમ, બ્રહ્મલોક દેવલોકમાં ૧૦ સાગરોપમ, લાંતક દેવલોકમાં ૧૪ સાગરોપમ, સહસ્રાર દેવલોકમાં ૧૭ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં ૧૮ સાગરોપમ, આનત-પ્રાણત દેવલોકોમાં ૨૦ સાગરોપમ, આરણ-અય્યત દેવલોકોમાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.) (૩૮) આરણાત્રુતાદૂર્વમેકકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધ
(૩૮) આરણ-અશ્રુત દેવલોકોથી ઉપર નવ રૈવેયકમાં, વિજયાદિ ચાર વિમાનોમાં અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૧-૧ સાગરોપમ અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (એટલે કે નવ રૈવેયકમાં ક્રમશઃ ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સાગરોપમ, વિજયાદિ ૪ વિમાનમાં ૩૨ સાગરોપમ અને સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.) (૩૯) અપરા પલ્યોપમધિક ચ. . (૩૯) જઘન્ય સ્થિતિ (સૌધર્મ દેવલોકમાં) ૧ પલ્યોપમ અને (ઇશાન દેવલોકમાં) સાધિક ૧ પલ્યોપમ છે.