________________
૪૬૮
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૨) કિન્નર, કિંગુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ એ વ્યંતર દેવોના ભેદો છે. (૧૩) જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાવ્ય.
(૧૩) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને છુટા છુટા તારા એ જયોતિષ દેવોના ભેદો છે. (૧૪) મેરુપ્રદક્ષિણાનિત્યગતયો નૃલોકે.
(૧૪) મનુષ્યલોકમાં રહેલ જયોતિષ વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા આપનારા અને હંમેશા ગતિવાળા છે. (૧૫) તત્કૃતઃ કાલવિભાગ,
(૧૫) તેમના વડે કરાયેલો કાળનો વિભાગ છે. (૧૬) બહિરવસ્થિતા.
(૧૬) મનુષ્યલોકની બહાર રહેલ જ્યોતિષ વિમાનો સ્થિર છે. (૧૭) વૈમાનિકા.
(૧૭) (ચોથો દેવનિકાય) વૈમાનિક દેવો છે. (૧૮) કલ્પોપપન્ના કલ્યાતીતારા.
(૧૮) (તે બે પ્રકારના છે -) કલ્પોપપન્ન અને કલ્પાતીત. (૧૯) ઉપર્યપરિ.
(૧૯) (તે દેવલોકો) ઉપર ઉપર છે. (૨૦) સૌધર્મેશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્રસહસ્ત્રારેડૂાનતપ્રાણતયોરારણાવ્યુતયો-નૈવસુધૈવેયકેષવિજય-વૈજયન્તજયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ.