________________
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૬૭
(૫) વ્યંતર અને જ્યોતિષ દેવો ત્રાયત્રિંશ અને લોકપાલ વિનાના
છે.
(૬) પૂર્વયોર્કીન્દ્રાઃ.
(૬) પહેલા બે દેવનિકાય (ભવનપતિ-વ્યંતર)ના (દરેક નિકાયના) બે-બે ઈન્દ્રો છે.
(૭) પીતાન્નલેશ્યાઃ.
(૭) પહેલા બે દેવનિકાયના દેવો પીતલેશ્યા સુધીની લેશ્યાવાળા (કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા-પીતલેશ્યાવાળા) છે.
(૮) કાયપ્રવીચારા આ ઐશાનાત્.
(૮) (ભવનપતિથી) ઇશાન સુધીના દેવો કાયાથી મૈથુન સેવનારા છે.
(૯) શેષાઃ સ્પર્શરૂપશબ્દમનઃપ્રવીચારા યોáયોઃ.
(૯) બે બે દેવલોકમાં શેષ દેવો ક્રમશઃ સ્પર્શથી, રૂપથી, શબ્દથી અને મનથી મૈથુન સેવનારા છે.
(૧૦) પરેડપ્રવીચારાઃ.
(૧૦) (કલ્પોપપન્નથી) ઉપરના દેવો મૈથુન સેવનારા નથી. (૧૧) ભવનવાસિનોડસુર-નાગ-વિદ્યુત-સુપર્ણાગ્નિ-વાત-સ્તનિતોદધિદ્વીદિકુમારાઃ.
(૧૧) અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત્સુમાર, સુપર્ણકુમા૨, અગ્નિકુમાર, વાયુકુમા૨, સ્તનિતકુમાર, ઉદધિકુમા૨, દ્વીપકુમાર અને દિકુમાર એ ભવનપતિ દેવોના ભેદો છે. (૧૨) વ્યન્તરાઃ કિન્નર-કિમ્પુરુષ-મહોરગ-ગાન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂતપિશાચાઃ.