________________
૪૬૬
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ મહાવિદેહક્ષેત્ર એ કર્મભૂમિઓ છે. (૧૭) નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્ત.
(૧૭) મનુષ્યોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. (૧૮) તિર્યગ્યોનીનાં ચ.
(૧૮) અને તિર્યંચોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
ચોથો અધ્યાય (૧) દેવાશ્ચતુર્નિકાયા. - (૧) દેવો ચાર નિકાયના છે. (૨) તૃતીય પીતલેશ્યઃ.
(૨) ત્રીજો દેવનિકાય પીતલેશ્યાવાળો છે. (૩) દશાષ્ટ્રપંચદ્વાદશવિકલ્પાઃ કલ્પપપન્નપર્યન્તા.
(૩) કલ્પોપપન્ન સુધીના દેવનિકાયો ક્રમશઃ ૧૦, ૮, ૫, ૧૨ ભેટવાળા છે. (૪) ઇન્દ્ર-સામાજિક-ત્રાયશિ-પારિષદ્યાત્મરક્ષ-લોકપાલાનીકપ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાઐકશઃ.
(૪) દરેક દેવનિકાયમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસિંશ, પારિષ, આત્મરક્ષક, લોકપાલ, સેના (સેનાપતિ), પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક - આ દશ પ્રકારના દેવો હોય છે. (૫) ત્રાયસિંગલોકપાલવર્ષા વ્યન્તરયોતિષ્ઠા