SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૯) તન્મધ્યે મેરુનાભિવૃત્તો યોજનશતસહસ્રવિષ્કો જમ્મૂઠ્ઠીપઃ. (૯) તેમની વચ્ચે જેની નાભિમાં મેરુપર્વત છે એવો, વર્તુળાકાર, ૧ લાખ યોજનના વ્યાસવાળો જંબૂદ્વીપ છે. ૪૬૫ (૧૦) તત્ર ભરત-હૈમવત-હરિ-વિદેહ-રમ્યક-હૈરણ્યવતૈરાવત-વર્ષાઃ ક્ષેત્રાણિ. (૧૦) તેમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત આ સાત ક્ષેત્રો છે. - (૧૧) તદ્ધિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મહાહિમવન્નિષધનીલરુક્મિશિખરિણો વર્ષધરપર્વતાઃ. (૧૧) તેમના વિભાગ કરનારા, પૂર્વ-પશ્ચિમ લાંબા, લઘુહિમવંતમહાહિમવંત-નિષધ-નીલવંત-રુક્મી અને શિખરી વર્ષધર પર્વતો છે. (૧૨) દ્વિર્ધાતકીખડે. (૧૨) ધાતકીખંડમાં (જંબુદ્રીપ કરતા) બમણા દ્વીપ-સમુદ્ર છે. (૧૩) પુષ્કરાર્ધે ચ. (૧૩) અને પુષ્કરવરાર્ધદ્વીપમાં (જંબૂદ્વીપ કરતા) બમણા દ્વીપ સમુદ્ર છે. (૧૪) પ્રાગ્માનુષોત્તરાન્મનુષ્યાઃ. (૧૪) માનુષોત્ત૨૫ર્વતની પહેલા મનુષ્યો હોય છે. (૧૫) આર્યા મ્લેચ્છામ્ય. (૧૫) (મનુષ્યો બે પ્રકારના છે -) આર્ય અને મ્લેચ્છ. (૧૬) ભરતૈરાવતવિદેહાઃ કર્મભૂમયો-ડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ. (૧૬) દેવકુરુ-ઉત્તરકુરુ વિના ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy