________________
૪૬૨
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૭) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એ શરીરો છે. (૩૮) પરં પરં સૂક્ષ્મ.
(૩૮) તે શરીરોમાંનું પછી પછીનું શરીર સૂક્ષ્મ છે. (૩૯) પ્રદેશતોડસર્વે ગુણે પ્રાફ તૈજસાતું.
(૩૯) તૈજસની પહેલાના શરીરો પ્રદેશથી અસંખ્યગુણ છે. (૪૦) અનન્તગુણે પરે.
(૪૦) પછીના બે (તેજસ-કાશ્મણ) શરીરો પ્રદેશથી અનંતગુણ છે. (૪૧) અપ્રતિઘાતે.
(૪૧) (તેજસ-કાર્પણ-શરીરોનો) ક્યાંય પણ પ્રતિઘાત (અટકાવ) થતો નથી. (૪૨) અનાદિસંબંધે ચ.
(૪૨) (તેજસ-કાર્પણ શરીરોનો જીવની સાથે) અનાદિ સંબંધ છે. (૪૩) સર્વસ્ય.
(૪૩) (તૈજસ-કાશ્મણ-શરીરો) બધા જીવોને હોય છે. (૪૪) તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાડડચતુર્ભુ.
(૪૪) એક જીવને એકસાથે તૈજસ-કાર્પણ શરીરથી માંડીને ચાર સુધીના શરીરોની ભજના હોય છે. (૪૫) નિરુપભોગમજ્યમ્.
(૪૫) છેલ્સ (કાર્પણ) શરીર ઉપભોગ વિનાનું છે. (૪૬) ગર્ભસંમૂડ્ઝનજમાદ્યમ્.