________________
४४०
ઋદ્ધિઓ
૮) વૈક્રિયશરીર લબ્ધિ-મૂળ શરીરથી જૂદુ વૈક્રિયશરીર બનાવવાની લબ્ધિ .
૯) અણિમા - કમળની નાળના છિદ્રમાં પેસીને બેસી શકાય એવું સામર્થ્ય.
૧૦) લઘિમા - વાયુ કરતાં પણ વધુ લઘુ બની શકાય એવું સામર્થ્ય. ૧૧) મહિમા-મેરુપર્વત કરતાં પણ વધુ મોટું શરીર કરવાનું સામર્થ્ય.
૧૨) પ્રાપ્તિ - ભૂમિ ઉપર રહેલો પણ આંગળીના અગ્રભાગથી મેરુશિખર, સૂર્ય વગેરેને સ્પર્શી શકે એવું સામર્થ્ય.
૧૩) પ્રાકામ્ય - પાણીમાં ભૂમિની જેમ ચાલવાનું સામર્થ્ય અને ભૂમિ ઉપર પાણીની જેમ ઉપર-નીચે થવાનું સામર્થ્ય.
૧૪) જંઘાચારણત્વ - જેનાથી અગ્નિની શિખા, ધૂમ્મસ, ઓસ, વરસાદની ધારા, તંતુ, સૂર્ય-ચંદ્ર વગેરેના કિરણ, વાયુ - આ બધામાંથી કોઈ પણ એકનું આલંબન લઈને આકાશમાં જઈ શકાય તેવું સામર્થ્ય.
૧૫) આકાશગતિચારિત્વ - જેનાથી કોઈ પણ આલંબન વિના આકાશમાં ભૂમિની જેમ જઈ શકે, પક્ષીની જેમ ઉપર-નીચે ઊડી શકે તેવું સામર્થ્ય.
૧૬) અપ્રતિઘાતિત્વ - આકાશની જેમ પર્વત વગેરેની મધ્યમાંથી જઈ શકે તેવું સામર્થ્ય.
૧૭) અંતર્ધાન - જેનાથી અદશ્ય થઈ શકે તેવું સામર્થ્ય.
૧૮) કામરૂપિત્વ - જુદા જુદા સ્થાને રહેલા અનેક રૂપો એકસાથે ધારણ કરી શકવાનું સામર્થ્ય.