________________
ઋદ્ધિઓ
૪૪૧
૧૯) તેજોલેશ્યા - બીજાને બાળી નાંખે તેવી તેજોવેશ્યા મૂકવાનું સામર્થ્ય.
૨૦) શીતલેશ્યા - બીજા ઉપર કૃપા કરે તેવી શીતલેશ્યા મૂકવાનું સામર્થ્ય.
૨૧) વિષયલબ્ધિ - મતિજ્ઞાનની વિશુદ્ધિથી દેશ-પ્રમાણના નિયમોને ઓળંગીને પણ વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય.
૨૨) સંભિન્નજ્ઞાનત્વ - એકસાથે ઘણા વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય.
૨૩) કોષ્ટબુદ્ધિત્વ - કોઠીમાં નાખેલ અનાજની જેમ ગ્રહણ કરેલા પદ, વાક્યર્થ વગેરે ક્યારેય ભૂલાય નહીં એવું સામર્થ્ય.
૨૪) બીજબુદ્ધિત્વ - પદ, પ્રકરણ, ઉદ્દેશો, અધ્યાય, પ્રાભૂત, વસ્તુ, પૂર્વાગને અનુસાર સંપૂર્ણ ગ્રંથને જાણવાનું સામર્થ્ય.
૨૫) ઋજુમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને સામાન્યથી જાણવાનું સામર્થ્ય.
૨૬) વિપુલમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને વિશેષથી જાણવાનું સામર્થ્ય.
૨૭) અભિલક્ષિતાર્થપ્રાપ્તિ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તેવું સામર્થ્ય. ૨૮) અનિષ્ટાનવામિ - અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તેવું સામર્થ્ય.
૨૯) ક્ષીરાગ્નવિત્વ - જેનાથી સાંભળનારને વચન દૂધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય.
૩૦) મધ્વાસવિત્વ - જેનાથી સાંભળનારને વચન મધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય.
૩૧) વાદિત્વ - વિદ્વાનોની સભામાં અપરાજિત રહેવાનું સામર્થ્ય.