________________
ઋદ્ધિઓ
૪૩૯
સિદ્ધ
અલ્પબદુત્વ અનંતગુણહાનિસિદ્ધ (૫૦ સિદ્ધથી અલ્પ ૧૦૮ સિદ્ધ સુધીના સિદ્ધો) અસંખ્યગુણહાનિસિદ્ધ (૨૫ સિદ્ધથી | અનંતગુણ ૪૯ સિદ્ધ સુધીના સિદ્ધો) સંખ્યાતગુણહાનિસિદ્ધ (૧ સિદ્ધથી | સંખ્યાતગુણ ૨૪ સિદ્ધ સુધીના સિદ્ધ)
• ઋદ્ધિઓ- શુક્લધ્યાનના પહેલા બે ભેદોમાંથી કોઈ પણ એક ભેદમાં વર્તમાન જીવ વિવિધ પ્રકારની ઋદ્ધિઓને પામે છે. તે ઋદ્ધિઓ આ પ્રમાણે છે –
૧) આમાઁષધિત્વ - પોતાના હાથ-પગ વગેરે અવયવોના સ્પર્શમાત્રથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૨) વિપુડૌષધિત્વ - પોતાના મૂત્ર-વિષ્ટાના અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૩) સર્વોષધિત્વ - પોતાના બધા અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૪) અભિવ્યાહારસિદ્ધિ - વચન માત્રથી શાપ આપવાનું અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય.
૫) ઈશિત્વ - બધા જીવો ઉપરનું ઈશ્વર(માલિકીપણું. ૬) વશિત્વ - બધા જીવોનું પોતાના વશમાં વર્તવાપણું. ૭) અવધિજ્ઞાન - અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જોવાપણું.