________________
૪૨૮
તીર્થ, ચારિત્ર
(a) અનંતરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. (b) પરંપરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. બીજો વિકલ્પ - લિંગ બે પ્રકારે છે – દ્રવ્યલિંગ અને ભાવલિંગ. (i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલિંગમાં સિદ્ધ થાય. (i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ
(a) ભાવલિંગમાં સ્વલિંગમાં સિદ્ધ થાય. ભાવલિંગ = શ્રુતજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત, ક્ષાયિકચારિત્ર.
(b) દ્રવ્યલિંગમાં સ્વલિંગમાં, ગૃહીલિંગમાં અને અન્ય લિંગમાં સિદ્ધ
થાય.
દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય, પણ ભાવલિંગ અવશ્ય હોય. સ્વલિંગ=રજોહરણ, મુહપત્તિ, ચોલપટ્ટો વગેરે. ગૃહીલિંગ=ગૃહસ્થનો વેષ. અન્યલિંગ પરિવ્રાજક વગેરેનો વેષ.
૫) તીર્થ - તીર્થંકરના તીર્થમાં તીર્થંકરસિદ્ધ છે, નોતીર્થંકર(પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર(સાધુ)સિદ્ધ છે. એમ તીર્થકરીના તીર્થમાં તીર્થકરીસિદ્ધ છે, નોતીર્થંકર પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર (સાધુ)સિદ્ધ છે.
૬) ચારિત્ર - કયા ચારિત્રમાં સિદ્ધ થાય?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ નોચારિત્રી નોઅચારિત્રી સિદ્ધ થાય છે.
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે – (a) અનંતરપશ્ચાત્કૃતિક – યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય.