________________
ગતિ, લિંગ
૪૨૭
(૨) વિશેષથી - અવસર્પિણીમાં - ૩જા આરામાં સંખ્યાતા વર્ષ બાકી હોય ત્યારે જન્મેલો સિદ્ધ થાય છે. ૪થા આરામાં જન્મેલ ૪થા આરામાં સિદ્ધ થાય છે. ૪થા આરામાં જન્મેલ ૫મા આરામાં સિદ્ધ થાય છે. ૫મા આરામાં જન્મેલ ૫મા આરામાં સિદ્ધ ન થાય. શેષ આરામાં જન્મેલા સિદ્ધ ન થાય.
ઉત્સર્પિણીમાં - બીજા આરામાં જન્મેલ ત્રીજા આરામાં સિદ્ધ થાય છે. ત્રીજા આરામાં જન્મેલ ત્રીજા આરામાં સિદ્ધ થાય છે. ચોથા આરામાં શરૂઆતના સંખ્યાતા વર્ષમાં જન્મેલ સિદ્ધ થાય છે. શેષ આરામાં જન્મેલા સિદ્ધ ન થાય.
(b) સંહરણથી - અવસર્પિણી-ઉત્સર્પિણીના બધા આરામાં અને અનવસર્પિણી-અનુત્સર્પિણીમાં સિદ્ધ થાય.
૩) ગતિ - કઈ ગતિમાં સિદ્ધ થાય ?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધિગતિમાં સિદ્ધ
થાય.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે -
(a) અનંત૨પશ્ચાત્કૃતગતિક - મનુષ્યગતિમાં સિદ્ધ થાય.
(b) એકાંતરપશ્ચાદ્ભૂતગતિક - સર્વગતિમાં સિદ્ધ થાય.
૪) લિંગ - કયા લિંગમાં સિદ્ધ થાય ?
પહેલો વિકલ્પ -
લિંગ ત્રણ પ્રકારે છે - પુરુષ, સ્ત્રી અને નપુંસક.
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અવેદી સિદ્ધ થાય.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે –