________________
પુલાક
સ્નાતક
નિર્ઝન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
૪૨૧ (૭) ઉપપાત - નિન્ય
ઉત્કૃષ્ટ ઉપપાત ઉત્કૃષ્ટ સ્થિતિ(૧૮ સાગરોપમ)વાળા
સહસ્રાર દેવલોકમાં બકુશ, પ્રતિસેવનાકુશીલ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા
| અય્યત દેવલોકમાં કષાયકુશીલ, નિર્ગસ્થ | ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થન
| સિદ્ધ વિમાનમાં
| નિર્વાણ સ્નાતક સિવાયના ચારે નિર્ઝન્થોનો જઘન્ય ઉપપાત પલ્યોપમપૃથક્વ સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં છે. સ્નાતક મોક્ષ પામે છે.
(૮) સંયમસ્થાન - સંયમસ્થાન એટલે અધ્યવસાયસ્થાન. કષાયનિમિત્તક અસંખ્ય સંયમસ્થાનો છે.
સર્વજઘન્ય સંયમસ્થાનથી અસંખ્ય સંયમસ્થાનો પુલાક અને કષાયકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો માત્ર કષાયકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો કષાયકુશીલ અને પ્રતિસેવનાકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો માત્ર કષાયકુશીલના છે.
ત્યાર પછી અકષાય સંયમસ્થાનો શરૂ થાય છે. અસંખ્ય અકષાય સંયમસ્થાનો નિર્ચન્થના છે. ત્યાર પછી માત્ર એક જ સંયમસ્થાન સ્નાતકનું છે.
પાંચે નિર્ચન્થોમાં ઉત્તરોત્તર નિગ્રન્થોની સંયમલબ્ધિ અનંતાનંતગુણ છે.