________________
સાધુની બાર પ્રતિમા
૩૯૩
આસન (મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહે તે)માં રહે અને ઉપસર્ગો સહન કરે.
(૧૦) ત્રીજી સપ્તરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રિની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, ગોદોહિકા આસન (પગના આંગળાના આધારે ઉભડક પગે બેસવું તે)માં રહે, વીરાસન (સિંહાસન પર બેઠા પછી સિંહાસન લઈ લેવા છતા તેમ જ બેસી રહેવું તે)માં રહે, આમ્રકુન્જિતા આસન (કેરીની જેમ વાંકા શરીરે બેસવું તે)માં રહે.
(૧૧) અહોરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા ૧ અહોરાત્રની છે. તેમાં ચઉવિહાર છઠ્ઠ કરે, ગામની બહાર બે પગ વચ્ચે ૪ અંગુઠાનું અંતર રાખી હાથ લાંબા રાખી કાઉસ્સગ્નમાં રહે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય છે. આમાં આગળ-પાછળ ઠામચઉવિહાર એકાસણું કરીને વચ્ચે ચઉવિહાર બે ઉપવાસ કરવાના હોય છે. શેષ પૂર્વેની જેમ.
(૧૨) એકરાત્રિકી પ્રતિમા - આ પ્રતિમા ૧ રાત્રિની છે. તેમાં ચઉવિહાર અટ્ટમ કરે, ગામની બહાર અનશનની શિલા ઉપર રહી, એક પુદ્ગલ ઉપર અનિમેષ નયન રાખી, શરીર-ઇન્દ્રિયો ગોપવી, કાઉસ્સગ્નમાં રહી, દિવ્ય-મનુષ્ય સંબંધી-તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરે. આ પ્રતિમાનું પાલન કર્યા પછી ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોવાથી ચાર દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. આ પ્રતિમામાં અવધિજ્ઞાન વગેરે ત્રણ જ્ઞાનમાંથી કોઈ પણ એક જ્ઞાન આત્મામાં પ્રગટે છે.
| (૮) ત્યાગ - ઉપકરણો કે અન્ન-પાન વગેરે રૂપ બાહ્ય ઉપધિ અને કષાયો કે શરીરરૂપ અત્યંતર ઉપધિ ઉપરની મૂર્છાને છોડવી તે ત્યાગ.
|| તત્ત્વાર્થભાષ્યમાં આ પ્રતિમા ૨૧ રાત્રીની કહી છે. ટીકામાં તે પાઠ બરાબર ન હોવાનો ખુલાસો કર્યો છે.