________________
૩૯૨
સાધુની બાર પ્રતિમા અને પાણીની ૩ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિક પ્રતિમાની જેમ જાણવી.
(૪) ચતુર્માસિકી પ્રતિમા - ૪ માસમાં દરરોજ ભોજનની ૪ દત્ત અને પાણીની ૪ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૫) પંચમાસિકી પ્રતિમા - ૫ માસમાં દરરોજ ભોજનની ૫ દત્તિ અને પાણીની ૫ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિક પ્રતિમાની જેમ જાણવી.
(૬) ષમાસિકી પ્રતિમા - ૬ માસમાં દરરોજ ભોજનની ૬ દત્તિ અને પાણીની ૬ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૭) સપ્રમાસિકી પ્રતિમા - ૭ માસમાં દરરોજ ભોજનની ૭ દત્તિ અને પાણીની ૭ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૮) પ્રથમ સપ્તરાત્રિકી પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રીની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, ગામની બહાર સીધા સૂવે, પડખે સૂવે કે બેસે, દિવ્ય, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સારી રીતે સહન કરે.
(૯) બીજી સપ્તરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રીની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહે, લગંડશાયી (વાંકા લાકડાની જેમ માત્ર પીઠના આધારે મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ સૂઈ રહે), ઉકુટુક
તત્ત્વાર્થભાષ્યમાં આ પ્રતિમા ૧૪ રાત્રીની કહી છે. ટીકામાં તે પાઠ બરાબર ન હોવાનો ખુલાસો કર્યો છે.