________________
૩૭૬
વૈયાવચ્ચ
(i) વૈયાવચ્ચ - આચાર્ય વગેરેના કાર્યોમાં વ્યગ્રતા તે વૈયાવચ્ચ. આચાર્ય વગેરેની ભક્તિ-સેવા કરવી તે વૈયાવચ્ચ. તેના ૧૦ ભેદ છે - (સૂત્ર-૯૨૪)
(૧) આચાર્યની વૈયાવચ્ચ - સ્વયં આચારોને આચરે અને બીજા પાસે આચારોનું આચરણ કરાવે તે આચાર્ય. તે પાંચ પ્રકારના છે -
) પ્રવ્રાજક આચાર્ય - સામાયિક અને વ્રતોનું આરોપણ કરે તે પ્રવ્રાજકાચાર્ય.
(i) દિગાચાર્ય - સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપે તે દિગાચાર્ય.
(i) શ્રુતઉદ્દેશાચાર્ય - શ્રત એટલે આગમ. તેનો ઉદ્દેશો આપે તે શ્રતઉદ્દેશાચાર્ય.
() શ્રુતસમુદ્શાચાર્ય - આગમના સમુદેશ અને અનુજ્ઞા આપે તે શ્રુતસમુદ્દેદાચાર્ય.
(v) આમ્નાયાર્થવાચકાચાર્ય-આમ્નાય એટલે આગમ. તેનો ઉત્સર્ગઅપવાદરૂપ અર્થ કહે તે આમ્નાયાWવાચકાચાર્ય.
(૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ - જેની પાસેથી આચારનો વિનય અને સ્વાધ્યાય શિખાય તે ઉપાધ્યાય. સંગ્રહ-ઉપગ્રહના અનુગ્રહ માટે જેને સેવાય તે ઉપાધ્યાય. સંગ્રહ=વસ્ત્ર-પાત્રા આપવા તે. ઉપગ્રહ= અન્ન, પાણી, ઔષધ આપવા તે.
સાધુના બે સંગ્રહ છે – આચાર્ય, ઉપાધ્યાય સાધ્વીના ત્રણ સંગ્રહ છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની પ્રવર્તિની – જેણે નિશીથ, કલ્પ, વ્યવહારને સાંભળીને ગ્રહણ કર્યા