________________
સ્વાધ્યાય
3७७
હોય, જે સાધ્વીઓને સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપે, સ્વયં મોક્ષ માટે પ્રવર્તે અને અન્ય સાધ્વીઓને સારણા વગેરે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે તે પ્રવર્તિની.
(૩) તપસ્વીની વૈયાવચ્ચ - ૪ ઉપવાસથી ૬ માસના ઉપવાસ સુધીનો વિકૃષ્ટ તપ કરે તે તપસ્વી.
(૪) શૈક્ષકની વૈયાવચ્ચ - જેની નવી દીક્ષા થઈ હોય તે શિક્ષક. (૫) ગ્લાનની વૈયાવચ્ચ - ગ્લાન એટલે રોગી. (૬) ગણની વૈયાવચ્ચ - એક શ્રુતસ્થવિરની પરંપરા તે ગણ. (૭) કુલની વૈયાવચ્ચ - એક આચાર્યની પરંપરા તે કુલ.
(૮) સંઘની વૈયાવચ્ચ - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ.
(૯) સાધુની વૈયાવચ્ચ - જે પાંચ મહાવ્રતને ધારણ કરે અને મોક્ષમાર્ગને સાથે તે સાધુ.
(૧૦) સાંભોગિકની વૈયાવચ્ચ - જેમની સાથે બાર પ્રકારનો સંભોગ (લેવડ-દેવડ) થાય તેવા એક જ સામાચારીનું આચરણ કરનારા અન્ય ગણના સાધુ તે સાંભોગિક. બાર પ્રકારનો સંભોગ આ પ્રમાણે છે – અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રા, કામળી, રજોહરણ, સોય, અસ્ત્રો, નખ કાપવાનું સાધન અને કાનનો મેલ કાઢવાનું સાધન.
આચાર્ય વગેરે દશની અન્ન-પાણી-વસ્ત્ર-પાત્રા-ઉપાશ્રય-પીઠ-ફલકસંથારો-ઔષધ વગેરે ધર્મસાધનો વડે અને જંગલ વગેરે સંકટોમાં રક્ષણ કરવા વડે સેવા કરવી તે વૈયાવચ્ચ.
() સ્વાધ્યાય - તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯૨૫)