________________
દર્શનવિનય, ચારિત્રવિનય, ઔપચારિકવિનય
૩૭૫ (૨) નિષ્કાંક્ષિતપણું - અન્ય ધર્મની ઇચ્છા ન કરવી તે. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફળમાં શંકા ન કરવી તે.
(૪) અમૂઢદેષ્ટિ - કુતીર્થિકોના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ જોવા છતા મુંઝાવું નહીં તે.
(૫) ઉપબૃહણા - સાધર્મિકોના ગુણોની અનુમોદના કરવી તે.
(૯) સ્થિરીકરણ - જૈનધર્મમાં સીદાતા જીવોને જૈન ધર્મમાં સ્થિર કરવા તે.
(૭) વાત્સલ્ય - સાધર્મિકને ભોજન, વસ્ત્ર વગેરેનું સન્માનપૂર્વક દાન કરવું તે.
(૮) પ્રભાવના - ધર્મકથા, પ્રતિવાદીનો જય, દુષ્કર તપારાધના વગેરેથી જૈનધર્મની પ્રભાવના કરવી તે.
(૩) ચારિત્રવિનય - ચારિત્રના સ્વરૂપની શ્રદ્ધા કરવી, વિધિપૂર્વક તેનું આચરણ કરવું અને પ્રરૂપણા કરવી, ૮ પ્રકારનો ચારિત્રાચાર તે ચારિત્રવિનય. તેના ૫ ભેદ છે - (૧) સામાયિકવિનય (૨) છેદો પસ્થાપનીયવિનય (૩) પરિહારવિશુદ્ધિવિનય (૪) સૂક્ષ્મસંપરાયવિનય (૫) યથાખ્યાતવિનય. પાંચ પ્રકારનું ચારિત્ર આગળ (પાના નં. ૪૦૪-૪૦૬ ઉપર) બતાવાશે.
૮પ્રકારનો ચારિત્રાચાર - ચિત્તની સ્વસ્થતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારથી પાંચ સમિતિ અને ત્રણ ગુતિનું પાલન કરવું તે.
(૪) ઔપચારિકવિનય - ઉપચાર એટલે શ્રદ્ધાપૂર્વકની ક્રિયારૂપ વ્યવહાર. તદુંરૂપ વિનય તે ઔપચારિકવિનય. તેના અનેક પ્રકાર છે. દા.ત. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોથી અધિક એવા સાધુ ભગવંતો આવે તો ઊભા થવું, તેમને આસન આપવું, વંદન કરવા, જાય ત્યારે વળાવા જવું વગેરે.