________________
૩૭૪
જ્ઞાનવિનય વિનય (૩) અવધિજ્ઞાનવિનય (૪) મન પર્યવજ્ઞાનવિનય (૫) કેવળજ્ઞાનવિનય. શ્રુતજ્ઞાનવિનયમાં કાળ, વિનય, બહુમાન, ઉપધાન વગેરે ૮ પ્રકારનો જ્ઞાનાચાર જાણવો.
૮ પ્રકારનો જ્ઞાનાચાર -
(૧) કાળ - અંગપ્રવિષ્ટ વગેરે સૂત્રોનો જે કાળે સ્વાધ્યાય કહ્યો હોય, તે કાળે જ સ્વાધ્યાય કરવો તે. બીજા કાળે તેમનો સ્વાધ્યાય કરવાથી વિઘ્ન આવવાનો સંભવ છે.
(૨) વિનય - જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો (પુસ્તક) વગેરેની ભક્તિ કરવી છે. દા.ત. આસન આપવું, આજ્ઞા માંગીને ભણવું વગેરે.
(૩) બહુમાન - અંદરની પ્રીતિ (ચિત્તપ્રસન્નતા પૂર્વક ભણવું તે.
(૪) ઉપધાન - જે સૂત્ર, અધ્યયન, ઉદ્દેશા વગેરેનો જે તપ કહ્યો હોય તે તપ કરવાપૂર્વક તે સૂત્ર વગેરે ભણવું તે.
(૫) અનિલવ - અભિમાનને વશ થઈ પોતાની લઘુતાની બીકથી જ્ઞાનદાતા ગુરુ કે શ્રુતનો અપલાપ (છૂપાવવું) ન કરવો તે.
(૬) (૭) (૮) વ્યંજન, અર્થ, તદુભય - વ્યંજન અક્ષરો. અર્થ = અભિધેય. તદુભય અક્ષરો અને અર્થ. બરાબર ઉપયોગપૂર્વક સૂત્ર, અર્થ અને તંદુભય બોલવા તે.
(૨) દર્શનવિનય - જિનેશ્વર પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, વિર, કુલ, ગણ, સંઘ, સાધુ, સાંભોગિકના અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણવાદ કરવા તે, ૮ પ્રકારનો દર્શનાચાર, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, તે દર્શનવિનય.
૮ પ્રકારનો દર્શનાચાર - (૧) નિઃશંકિતપણું - ધર્મમાં શંકા ન કરવી તે.