________________
૩૬૪
on - સંયમના ૧૭ પ્રકાર
૫ મહાવ્રત, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયોનો વિજય અને ૩ દંડની નિવૃત્તિ. ૩ દંડ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ.
અથવા બીજી રીતે ૧૭ પ્રકારનું સંયમ આ પ્રમાણે છે –
(૧) પૃથ્વીકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી પૃથ્વીકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે પૃથ્વીકાયિકસંયમ.
(૨) અપુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી અપકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે અપ્રકાયિકસંયમ.
(૩) તેજસ્કાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી તેઉકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેજસ્કાયિકસંયમ.
(૪વાયુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વાયુકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વાયુકાયિકસંયમ.
(૫) વનસ્પતિકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વનસ્પતિકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વનસ્પતિકાયિકસંયમ.
(૬) બેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી બેઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે બેઈન્દ્રિયસંયમ.
(૭) તેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન ભેદથી તે ઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેઈન્દ્રિયસંયમ.